નવીદિલ્હી: નેશનલ કોવિડ-૧૯ સુપર મોડલ કમિટીએ ચેતવણી આપી છે કે ઓમિક્રોનના કારણે ત્રીજી લહેર આવી શકે છે અને ફેબ્રુઆરીમાં તે પીક પર રહેશે. વિશ્વમાં જે રીતે કોરનાનં કેસ ઝડપથી વધી રહ્યા છે તે પછી નીતિ આયોગનાં સભ્ય વી કે પૌલે ચેતવણી ઉચ્ચારી છે કે જો ભારતમાં બ્રિટન જેવું સંક્રમણ ફેલાશે તો ત્રીજી લહેર શરૂ થશે અને રોજનાં ૧૪ લાખ કેસ આવી શકે છે. દરેક કેસનાં સેમ્પ્લસનું જિનોમ સિકવન્સિંગ શક્ય નથી તેમ પૌલે કહ્યું હતું. ઓમિક્રોનને કારણે કેસ વધી રહ્યા ચે તેવી ચર્ચા છે પણ હજી રિસર્ચ બાકી છે. સરકાર નવા ડેવલપમેન્ટ પર નજર રાખી રહી છે. દેશના ૧૨ રાજ્યોમાં ઓમિક્રોનનાં કુલ ૧૧૨ કેસ નોંધાયા છે.
ઓમિક્રોનનાં કેસ દોઢથી ત્રણ દિવસમાં બમણાં થઈ રહ્યાા છે
કોમિક્રોન ડેલ્ટે વેરિઅન્ટ કરતા વધુ ઝડપથી પ્રસરી રહ્યા છે અને દોઢથી ત્રણ દિવસમાં તેના કેસ ડબલ થઈ રહ્યા છે તેમ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ જણાવ્યું હતું. જે દેશમાં વસતી વધારે છે ત્યાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન સાથે તેનું સંક્રમણ ઝઢપથી વધી રહ્યું છે. અત્યાર સુધી તેનાં પૂરતા ડેટા મળ્યા નથી તેથી વેક્સિન તેનાં પર કેટલી અસરકારક છે તે જાણી શકાયું નથી. તેની ગંભીરતા નક્કી કરવા વધુ ડેટાની જરૂર છે.
દેશમાં ઓમિક્રોનના કુલ કેસ ૧૬૧, દિલ્હીમાં બૂસ્ટર ડોઝની માગ
દેશમાં કોરોના વાઇરસનો નવો વેરિઅન્ટ ઓમિક્રોમ ધીમી ગતિએ આગળ વધી રહ્યો છે. આ વેરિઅન્ટના નવા કેસો સાથે ઓમિક્રોનના કુલ કેસોની સંખ્યા વધીને ૧૬૧એ પહોંચી ગઇ છે. જોકે મોટા ભાગના કેસો માઇલ્ડ હોવાનું પ્રશાસને જણાવ્યું છે. જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીવાસીઓ માટે બૂસ્ટર ડોઝની માગ કેન્દ્ર સમક્ષ કરી છે.
માત્ર કર્ણાટકમાં જ ઓમિક્રોનના નવા પાંચ કેસો સામે આવ્યા હતા તેથી આ વેરિઅન્ટના રાજ્યમાં કુલ કેસોની સંખ્યા ૧૯એ પહોંચી ગઇ હતી. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર ઓમિક્રોન વેરિઅન્ટ હાલ ૧૨ રાજ્યોમાં જોવા મળ્યો છે. જોકે તેમાંથી એક પણ દર્દીની સ્થિતિ ગંભીર નથી પણ લોકોને સાચવેત રહેવાની સલાહ આપવામાં આવી રહી છે.
બીજી તરફ કોરોનાના નવા સામાન્ય કેસો ૬૫૬૩ સામે આવ્યા હતા, જે સાથે જ કુલ કેસોની સંખ્યા વધીને ૩.૪૭ કરોડે પહોંચી ગઇ છે.
જ્યારે એક્ટિવ કેસો ઘટીને ૮૨,૨૬૭એ પહોંચી ગયા હતા જે છેલ્લા ૫૭૨ દિવસમાં સૌથી ઓછા છે. વધુ ૧૩૨ લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક વધીને ૪.૭૭ લાખે પહોંચ્યો છે. સતત ૫૩ દિવસથી કોરોના વાઇરસના નવા કેસો ૧૫૦૦૦થી નીચે
રહ્યા છે.
