રાજકોટઃ ક્રિપ્ટો કરન્સીના નામે રોકાણની આકર્ષક સ્કીમ આપી રાજકોટના એડવોકેટ સહિત અનેક લોકો પાસે કરોડો રૂપિયાનું રોકાણ કરાવી સુરતના ચાર શખ્સે છેતરપિંડી આચરી હતી, પોલીસે બે શખ્સને ઝડપી લીધા હતા જ્યારે અન્ય એક આરોપી દુબઇ નાસી ગયા હતા.
મહેન્દ્રભાઇ વાળાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના મિત્ર મુન્ના બાવળિયાના સંપર્કથી ફૂલછાબ પાસેની એક હોટેલમાં કિરણ પંચાસરા અને ધવલ લહેરીને મળ્યો હતો, સુરતના બંને શખ્સે પોતાની ઓળખ ક્રિપ્ટો કરન્સીમાં કામ કરતા હોવાનું કહી તેમની ટ્રોનથી ઓળખાતી ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવા કહ્યું હતું અને રોકાણ પર ૧૫૦ દિવસ સુધી ૨ ટકા વળતરની ખાતરી આપી હતી, એડવોકેટ વાળાએ રૂ.૪ હજારનું રોકાણ કરી ૨૦૦૦ ટ્રોન ખરીદ કર્યા હતા, આરોપીઓએ રોકાણ થતાં જ એક એપ્લિકેશન ડાઉનલોડ કરાવડાવી હતી અને તેમાં મહેન્દ્રભાઇનું એકાઉન્ટ ખૂલી ગયું હતું જેમાં તેમણે ખરીદેલા ૨૦૦૦ ટ્રોન દેખાતા હતા.
એડવોકેટ મહેન્દ્રભાઇએ રૂ. ૫૨ લાખનું રોકાણ કર્યું હતું, જ્યારે તેમના દ્વારા રોકાણ થયેલી રકમનો આંક કરોડો સુધી પહોંચતી હતી.
