ચાઇલ્ડ પોર્નોગ્રાફીના ૧૫ વીડિયો શેર કરનાર શખ્સ સામે ફરિયાદ

Tuesday 21st December 2021 11:42 EST
 

વડોદરાઃ  રાજ્યમાં ચાઇલ્ડ પોર્નોગ્રાફીની ટીપલાઇનોની તપાસ માટે રાજ્યની સીઆઇડી ક્રાઇમની કચેરીએ એનસીઆરપી પોર્ટલ પરથી મોકલવામાં આવે છે. સીઆઇડી ક્રાઇમની ટીમ દ્વારા જે તે શહેરને લગતી ચાઇલ્ડ પોર્નોગ્રાફીની ટીપલાઇનો તે શહેરમાં મોકલાય છે, જેમાં વડોદરાને લગતી ટીપલાઇનની સીડી તાજેતરમાં તપાસ માટે મોકલાઇ હતી. શહેર સાઇબર ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરતાં કુલ ૧૫ ચાઇલ્ડ પોર્નોગ્રાફીને લગતી ટીપલાઇનો હતી, ફતેપુરાના ભાંડવાડામાં રહેતા સદ્દામ ઇબ્રાહીમ શેખના ૨ સિમકાર્ડ હોવાનું જણાઇ આવ્યું હતું .આ ફોન પરથી ચાઇલ્ડ પોર્નોગ્રાફીનો વીડિયો અપલોડ, ડાઉનલોડ અને શેર કરાયો હોવાનું જણાઇ આવ્યું હતું. આરોપીએ જણાવ્યું હતું કે, તેના સોશિયલ મીડિયાના ગ્રૂપમાં આ પ્રકારના વીડિયો આવે છે, તેણે આ વીડિયો તેના ફોનમાંથી ડિલીટ કરી દીધા છે.


comments powered by Disqus