અમદાવાદઃ જખૌથી ૩૫ નોટિકલ માઇલ દૂર દરિયામાં એટીએસની ટીમે કોસ્ટગાર્ડની સાથે જોઈન્ટ ઓપરેશન હાથ ધરીને પાકિસ્તાની બોટ અલ હુસૈનીને આંતરીને તેમાં સવાર છ પાકિસ્તાનીઓને રૂ. ૩૮૫ કરોડના હેરોઈન સાથે ઝડપી લીધા છે. છેલ્લા કેટલાક સમયથી ગુજરાતનો દરિયા કિનારો ડ્રગ્સની હેરાફેરી કરવા માટેનો ટ્રાન્ઝીટ રૂટ બની ગયો છે. કરાંચી પોર્ટ પરથી બોટમાં નીકળેલો ૭૭ કિલોગ્રામ હેરોીનો જથ્થો પંજાબમાં અંડરવર્લ્ડના માફિયાઓને મધ્ય દરિયે ડિલિવરી કરવાનો હતો.
એટીએસને બાતમી મળી હતી કે, પાકિસ્તાનાકરાંચી પોર્ટ પરથી દરિયાઈ માર્ગે પ્રતિબંધિત હેરોઈનનો જથ્થો ગુજરાતની દરિયાઈ સીમામાં પ્રવેશવાનો છે. જેના આધારે એટીએસની ટીમે કોસ્ટગાર્ડની મદદથી ઇન્ટરસ્પેટર બોટ લઈને જખૌથી ૩૫ નોટિકલ માઇલ દરિયાની અંદર જઈને પાકિસ્તાની બોટ અલ હુસૈની બોટને આંતરીને રોકી લીધી હતી. બોટમાં સવાર છ પાકિસ્તાની બોટ અલ હુસૈની બોટને આંતરીને રોકી લીધી હતી. બોટમાં સવાર છ પાકિસ્તાની નાગરિકોની પૂછપરછ કરતા તેમણે સંતોષકારક જવાબ આપ્યો નહોતો. બોટની અંદર તપાસ કરતા ૭૭ કિ.ગ્રા. ૩૮૫ કરોડનું હેરોઈન મળી આવ્યું હતું. જેથી પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરીને બોટ સાથે જખૌ કોસ્ટગાર્ડ સ્ટેશને લાવીને આગળની કાર્યવાહી કરાઈ છે. પાકિસ્તાની ડ્રગ્સ માફિયા હાજી હસન અને હાજી હાસમ દ્વારા એક પાકિસ્તાની બોટ અલ હુસૈનીમા હેરોઈનનો જથ્થો મૂકીને, ભારતીય જળસીમામાં પ્રવેશીને સપ્લાય કરવાનો પ્લાન બનાવ્યો હતો. જખૌથી ૩૫ નોટિકલ માઈલ દરિયાની અંદર વીએફએફ ચેનલ નંબર ૭૧ ઉપર હેરિ ૧, હેરિ ૨ કોડવર્ડથી સંપર્ક કરીને ડિલિવરી કરવાની ત્યારબાદ કચ્છના દરિયાકિનારે કોઈ જગ્યાએ ઉતારીને પંજાબના માફિયાઓને આપવાનો પ્લાન હતો.
ઓગસ્ટથી ડિસેમ્બર-૨૧ સુધીમાં ૪,૬૦૦ કરોડનું ડ્રગ્સ પકડાયું
ઓગસ્ટથી ડિસેમ્બર ૨૦૨૧ સુધીના સમયગાળામાં એટીએસને દરિયાઈ માર્ગેથી થતી ડ્ર્ગસની હેરાફેરી રોકીને ૪,૬૦૦ કરોડનુ ડ્રગ્સ પકડ્યું છે. ડ્રગ્સની સાથે સાથે પાકિસ્તાની, અફઘાની અને ઇરાનના નાગરિકોની ધરપકડ કરાઈ છે. અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ઇરાનના ઇન્ટરનેશનલ ડ્રગ્સ માફિયાઓ ભારતીય જળ સીમાં હેરોઈનનો સપ્લાય કરી રહ્યા છે.
