ડો. મૃણાલી પટેલ અને ડો. રશ્મિન પટેલનું પુસ્તક ‘નેનોટેકનોલોજી ઇન મેડિસિન-ટોક્સિસિટી એન્ડ સેફ્ટી’

Tuesday 21st December 2021 11:31 EST
 
 

ચાંગા: ચાંગા સ્થિત ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી-ચારુસેટ સંલગ્ન રમણભાઈ પટેલ કોલેજ ઓફ ફાર્મસી (RPCP)માં પ્રોફેસર ડો. મૃણાલી પટેલ અને પ્રોફેસર ડો. રશ્મિન પટેલે, નિકોલસ કોપર્નિકસ યુનિવર્સિટી, પોલેન્ડ અને સંત ગાડગે બાબા અમરાવતી યુનિવર્સિટીમાં બાયોટેકનોલોજી વિભાગમાં પ્રોફેસર મહેન્દ્ર રાય સાથે મળીને તાજેતરમાં "નેનોટેકનોલોજી ઇન મેડિસિન-ટોક્સિસિટી એન્ડ સેફ્ટી" નામનું પુસ્તક લખ્યું છે જે જોહ્ન વિલેય એન્ડ સન્સ લિમિટેડ, યુ. કે. દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે. આ પુસ્તકમાં દવામાં વપરાતા નેનોમટેરિયલ્સના ટોક્સિકોલોજીમાં સંપૂર્ણ સંશોધન કરવામાં આવ્યું છે. આ પુસ્તકમાં નેનોટેકનોલોજીસ્ટની નિષ્ણાત ટીમ દ્વારા ન્યુરો-ડીજનરેટિવ રોગો, કેન્સર, ડાયગ્નોસ્ટિક્સ, નેનો-ન્યુટ્રાસ્યુટિકલ્સ, ત્વચારોગવિજ્ઞાન જનીન ઉપચાર ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ પુસ્તકના સંપાદકો એવા સંસાધનો પ્રદાન કરે છે જે નેનોમટેરિયલ્સ સલામતીને સંબંધિત છે, અને આરોગ્યસંભાળમાં નેનોમેડિસિનના લાભો મેળવવા માટે સૌથી મોટા અવરોધક છે.
આ પુસ્તક માનવ સ્વાસ્થ્ય અને દવામાં વપરાતી નેનોટેકનોલોજીના ટોક્સિકોલોજિકલ અને સલામતી પાસાઓ પર તાજેતરની અને વ્યાપક માહિતી મેળવવા માટે એક સ્તોત્ર છે.
આ પુસ્તકનાં લેખકોમાં ડો. મૃણાલી પટેલે વિવિધ પુસ્તક પ્રકરણો અને ૧૦૦થી વધુ સંશોધન પેપર, સમીક્ષાઓ અને ટેકનિકલ લેખો લખ્યા છે. તેમનું સંશોધન નેનો ડ્રગ ડિલિવરી પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ડો. રશ્મિન પટેલે પુસ્તકોના અનેક પ્રકરણો અને ૧૦૦થી વધુ સંશોધન પત્રો, સમીક્ષાઓ અને ટેકનિકલ લેખો લખ્યા છે. તેમનું સંશોધન નેનો એસેસમેન્ટ પર કેન્દ્રિત છે. મહેન્દ્ર રાય, (Ph.D.) સંત ગાડગે બાબા અમરાવતી યુનિવર્સિટીમાં બાયોટેકનોલોજી વિભાગમાં પ્રોફેસર છે. તેમણે  ૬૦થી વધુ પુસ્તકોનું સંપાદન કર્યું છે અને ૪૦૦થી વધુ સંશોધનપત્રો અને આંતરરાષ્ટ્રીય સમીક્ષા જર્નલમાં સમીક્ષાઓ પ્રકાશિત કરી છે.


comments powered by Disqus