દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં પ્રાકૃતિક કૃષિ સંમેલન યોજાયું

Tuesday 21st December 2021 11:49 EST
 

પાલનપુરઃ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે શિક્ષણ રાજ્ય મંત્રી કિર્તીસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં મંત્રી કિર્તીસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, રાસાયણિક ખાતરો અને દવાઓના બેફામ ઉપયોગથી કૃષિ ઉત્પાદન ક્ષેત્રે દેશમાં પ્રથમ ગણાતા પંજાબ રાજ્યમાં કેન્સર જેવી બિમારીઓનું પ્રમાણ પણ વધ્યું છે. તેમણે કહ્યું હતું કે, કૃષિ ક્ષેત્રે બદલાવ લાવવા આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા આહ્વાહન કર્યુ છે. તેવી જ રીતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા ખેડૂતોને સતત માર્ગદર્શન આપે છે.
તેમણે ખેડૂતોને અનુરોધ કરતાં જણાવ્યું હતું કે, ગાય આધારીત પ્રાકૃતિક ખેતી અપનાવી આપણી આવતીકાલને સુખી-સમૃદ્ધ બનાવીએ. ખેડૂતો ગાય આધારીત ખેતી કરતા થાય તે માટે રાજ્ય સરકારે યોજના બનાવી દેશી ગાય રાખનાર ખેડૂતોને પ્રતિ માસ રૂ. ૯૦૦ અને વાર્ષિક રૂ. ૧૦ હજાર ૮૦૦ની સહાય આપવામાં આવે છે, ત્યારે તેનો લાભ લઇ નેચરલ ખેતી કરીએ.


comments powered by Disqus