નગીનદાસ સંઘવી પત્રકારત્વનાં સાધુ હતાંઃ મોરારિબાપુ

Tuesday 21st December 2021 15:08 EST
 

સુરતઃ રામાયણમાં સાધુ શબ્દ તો અનેકવાર આવે છે પણ સાધુતા શબ્દ પ્રયોજન એક જ વખત થયું છે. આ સાધુતા શબ્દ સ્વર્ગસ્થ પત્રકાર-લેખક નગીનદાસ સંઘવી માટે ઉપર્યુક્ત છે. તેવું કહીને રામ કથાકાર મોરારિબાપુએ સુરતમાં યોજાયેલા નચિકેતા એવોર્ડ સમારોહમાં નગીનદાસ સંઘવીને પત્રકારત્વનાં સાધુ ગણાવ્યા હતા.
સ્વ. નગીનદાસ સંઘવીની સ્મૃતિમાં જીવનભારતી મંડળ અને નગીનદાસ સંઘવીની સ્મૃતિ સમિતિ દ્વારા કાર્યક્રમ ત્રિવેણીનું આયોજન કરાયું હતું. જેમાં પત્રકારત્વમાં પ્રદાન માટે પત્રકાર ભાર્ગવ પરીખ અને ચિરંતના ભટ્ટને નચિકેતા એવોર્ડ અપાયો હતો. આ સાથે જ એવોર્ડની રાશિ પણ ૫૧ હજાર રૂપિયાથી વધારીને સવા લાખ કરવાની ઘોષણા પણ કાર્યક્રમ દરમિયાન જ થઈ હતી.
સમાજમાં વિરોધ બહુ સસ્તો છે પણ જેની પાસે બોધ હોય છે તેને કોઈ વિરોધ નથી તેમ કથાકાર મોરારિબાપુએ સુરતમાં આયોજિત નચિકેતા એવોર્ડ વિતરણ કાર્યક્રમમાં આશીર્વચન આપતાં ટાંક્યું હતું.


comments powered by Disqus