ભુજ: પૂર્વ કચ્છની ધરા ૨ મહિના બાદ ફરી ૩થી વધુની તીવ્રતાના આંચકાથી ધણધણી હતી. ભચાઉથી ૨૫ કિ.મી.ના અંતરે ચોબારીમાં કેન્દ્રબિંદુ નોંધાયું હતું. વાગડની મુખ્ય ફોલ્ટલાઇન સક્રીય થવાની સાથે પૂર્વ કચ્છમાં ૧ થી લઇને ૨.૫ ની તીવ્રતાના કંપનોનો દોર જારી રહ્યો છે તે વચ્ચે તા.૧૮-૧૨, શનિવારના રાત્રે ૧૧.૩૭ કલાકે ભચાઉથી ૨૫ કિ.મી.ના અંતરે ૩.૧ની તીવ્રતાના આંચકાથી ધરા ધ્રુજી હતી, જેનું કેન્દ્રબિંદુ ૨૩.૫૨૩ અક્ષાંશ, ૭૦.૩૪૯ રેખાંશ સાથે ૨૪.૭ કિ.મી.ની ઉંડાઇએ ઉત્તર-ઉત્તર-પૂર્વ દિશામાં નોંધાયું હતું.
