ભૂજઃ ઇન્ડિયા એટ ૭૫ બીઆરઓ મોટરસાઇકલ અભિયાન ૨૦૨૧ રેલી હીરો મોટોકોર્પ સાથે મળીને યોજવામાં આવી રહી છે સ્વતંત્ર ભારતના 75માં વર્ષ નિમિત્તે, ભારત પેટ્રોલિયમની ઉજવણીના ભાગરૂપે, “આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તેનું ભૂજ ખાતે સ્વાગત કરાયું હતું.
આ કાર્યક્રમમાં વહેલી સવારે જ બાઇકવીરો આવી પહોંચ્યા હતા,આ તકે બીઆરઓ ઓફિસર વિજય જોગદાને જણાવ્યું હતું કે,૭ માં અને અંતિમ ચરણ માટે તેઓ અમદાવાદથી ભુજ આવી પહોંચ્યા હતા. ભુજથી લખપત થઈને બાડમેર, બિકાનેર, અમૃતસર, ફિરોઝપુરમાંથી પસાર થશે અને છ દિવસના સમયગાળામાં આશરે ૨૪૦૦ કિલોમીટરનું અંતર કાપીને ૨૫ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ આ રેલી દિલ્હીમાં સમાપ્ત થશે.રાષ્ટ્રીય એકતા,ભાઈચારો અને રોડસેફટી સહિતના મુદ્દે તેઓ સ્થાનિક લોકો સાથે અને રસ્તામાં સંવાદ કર્યો હતો. મેજર શુભ્રાન્તએ જણાવ્યું કે,આ રેલી દરમ્યાન તેઓ યુવાનોને આર્મ ફોર્સ જોઈન કરવા માટે પણ પ્રેરિત કરવાની સાથે વોર વિડોને મળી રહ્યા છે.
