મહિલાના પેટમાંથી ૫ વર્ષ પછી આઠ ઈંચની કાતર બહાર કઢાઈ

Tuesday 21st December 2021 11:46 EST
 

વલસાડઃ ઉમરગામ વિસ્તારમાં રહેતી પરિણીતા પાંચ વર્ષ પહેલાં ગર્ભવતી બની હતી. તે સમયે ઉમરગામની એક ખાનગી હોસ્પિટલમાં મહિલાને સિઝેરિયનની પ્રસૂતિ કરાવનાર તબીબ આશેર ૮ ઈંચની ધારદાર કાતર મહિલાના પેટમાં જ ભૂલી ગયો હતો. પાંચ વર્ષ સુધી પેટમાં કાતર સાથે ફરતી મહિલાને ચારેક દિવસથી પહેલા પેટમાં ભારે દુખાવો ઉપડતા તેને વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. અહીં તબીબે સીટી સ્કેન કરાવતા, ઉંમરગામના તબીબની બેદરકારી ઉજાગર થઈ હતી. પેટમાં રહી ગયેલી કાતરના હેન્ડલના હોલમાં પેસી ગયેલા પેટના આંતરડા ગૂંચવાઈ જતા ભારે નુકસાન પામ્યા હતા. તેથી વલસાડના તબીબે તાત્કાલિક ઓપરેશન કરીને મહિલાના પેટમાંથી કાતર દૂર કરી દીધી હતી. મહિલા હાલ આઈ.સી.યુ.માં દાખલ હોવાનું જાણવા મળે છે. અહીં નિષ્ણાંત સર્જન ડો. નિરવભાઈ દેસાઈએ મહિલાનું સફળ ઓપરેશન કર્યું હતું.


comments powered by Disqus