પાવી-જેતપુરઃ છોટા ઉદેપુર જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. જાણવા મળ્યા મુજબ મુંબઇની મોડેલ પણ વતનમાં સરપંચના પદ માટે ચૂંટણી લડવાનો નિર્ધાર કરીને ચૂંટણી મેદાનમાં ઉતરી છે.
છોટા ઉદેયપુર જિલ્લાનાં સંખેડા તાલુકાનાં કાવીઠા ગામમાં પહેલીવાર સરપંચ પદ માટે સામાન્ય મહિલાની બેઠક આવી છે. ત્યારે ચાર ચાર મહિલાઓએ ઉમેદવારી કરી છે. જેમાં કાવીઠા ગામની અને મુંબઇની મોડેલિંગ કરતી એશ્રા(નિપા) પટેલ વર્ષાથી મોડેલિંગ કરે છે અને લગભગ ૧૦૦ કરતાં પણ ઊંચી બ્રાન્ડ્સને પ્રમોટ કરી છે. એશ્રા પટેલે પોંડ્સ, પેંટિન, પ્રોવોગ, એશિયન પેઇટ્સ, રેમંડ શૂટિંગ્સ, શાહરૂખખાન સામે ફેર એન્ડ હેન્ડસમ, લેક્મે, જેટ એરવેઝ, પીઝા હટ, નોવોટેલ હોટેલ્સ, પુમા અને અમિતાભ બચ્ચન સાથે કેન્સર અવેરનેસ માટે મોડેલિંગ
કર્યું છે.
