વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભૂતાનના સર્વોચ્ચ નાગરિક સન્માનથી નવાજાશે

Tuesday 21st December 2021 15:25 EST
 
 

નવી દિલ્હીઃ ભૂતાન સરકારે શુક્રવારે દેશના રાષ્ટ્રીય દિવસ પ્રસંગે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભૂતાનનાં સર્વોચ્ચ નાગરિક સન્માન 'ઓર્ડર ઓફ ધ ડ્રૂક ગ્યાલ્પો'થી નવાજવાની જાહેરાત કરી છે. ભુતાનના વડાપ્રધાન લોટે શેરિંગે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભૂતાનના સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઓફ ધ ડ્રૂક ગ્યાલ્પોથી સન્માનિત કરવામાં આવશે.
અગાઉ શેરિંગે ટ્વીટ કરી હતી કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ 'નગાડાગ પેલ ગી ખોર્લો' એનાયત કરાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સન્માન બદલ ભૂતાનનો આભાર માનતા કહ્યું કે, ભારત તેના આ સૌથી નજીકના મિત્ર દેશ સાથેના સંબંધોને વિશેષ માને છે. વડાપ્રધાને આશ્વાસન આપ્યું કે, ભૂતાનના વિકાસ પ્રવાસમાં ભારત શક્ય તમામ મદદ કરશે.
શેરીંગ કહ્યું હતું કે મોદીએ છેલ્લા કેટલાંક વર્ષોથી વિના શરતે મિત્રતા નિભાવી છે અને કોરોના કાળની મહામારી દરમિયાન ઘણી ઘણી સહાય કરી છે.


comments powered by Disqus