વડોદરાઃ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા શહેરના ચકચારી ધર્માંતરણ અને ફન્ડિંગ મામલાનાં વડોદરાના સલાઉદ્દીન શેખના આફમી ચેરીટેબલ ટ્રેસ્ટનું રજિસ્ટ્રેશન રદ કરવામાં આવતાં શહેરભરમાં ચકચાર મચી ગઇ હતી. ઉલ્લેખનિય છે. કે તાજેતરમાં શહેર પોલીસની એસઆઇટીની ટીમે માત્ર ૮૮ દિવસમાં કેસની ઊંડી તપાસ કરીને આરોપીમાં મોમ્મદ હુસેન મનસુરી, સલાઉદ્દીન શેખ અને ઉમર ગૌતમ સામે ચાર્જશીટ રજૂ કરી હતી. તપાસમાં બહાર આવ્યું હતું. કે આઇ.એચ,કાસુવાલા પેઢી અને આફણી ચેરીટેબલ ટ્રસ્ટ વચ્ચે થયેલ વેપારની ગોઠવણ અનુસાર કુલ ૧. ૬૫ કરોડના ખોટા અને બનાવટી બિલો બનાવાયા હતા. તે પૈકી ૯૪ લાખની બોગસ એનટ્રીઓ પાડી હતી. ૬૦ કરોડનો ટ્રસ્ટના હેતુ વિરુદ્વ ધર્માંતરણ તથા દિલ્હી રમખાણ-પ્રદર્શનને પ્રોત્સાહન આપવા ઉપયોગ કર્યો હતો.
