• વિપક્ષના હોબાળા વચ્ચે વોટર આઈડીને આધાર સાથે જોડતો ખરડો પસારઃ સોમવારે લોકસભામાં વૉટર IDને આધાર નંબર સાથે જોડતું ચૂંટણી કાયદો સુધારા બિલ ૨૦૨૧ પસાર કરવામાં આવ્યું હતું. આ બિલ પાસ થતા હવે એક જ મતદારના જુદા જુદા સ્થળની મતદાર યાદીમાં નામ દાખલ કરવાના દૂષણને દૂર કરી શકાશે અને ડુપ્લિકેશન અટકાવી શકાશે. ચૂંટણીમાં કરવામાં આવતું બોગસ મતદાન તેમજ ગેરરીતિઓ પણ રોકી શકાશે. કેન્દ્રનાં પ્રધાનમંડળ દ્વારા ગયા અઠવાડિયે ચૂંટણી સુધારા બિલને મંજૂરી આપવામાં આવી હતી. વિપક્ષોએ રાજ્યકક્ષાનાં ગૃહપ્રધાન મિશ્રાના રાજીનામાની માગણી કરીને હોબાળો મચાવ્યો હતો.
• યુપીમાં અદાણીને ૪૬૪ કિમી લાંબા એક્સપ્રેસ વેનો કોન્ટ્રાક્ટઃ અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ (એઇએલ)એ જણાવ્યું હતું કે ગ્રીનફિલ્ડ ગંગા એક્સપ્રેસવેના ત્રણ મહત્ત્વના પટ્ટાના નિર્માણની કામગીરી તેમને ઉત્તરપ્રદેશ એક્સપ્રેસવેઝ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઑથોરિટી દ્વારા સોંપવામાં આવી છે. આ અંગેનો લેટર ઑફ એવોર્ડ એઇએલને સોંપાયો છે. ગંગા એક્સપ્રેસવે મેરઠથી પ્રયાગરાજને જોડશે. જે દેશનો સૌથી લાંબો એક્સપ્રેસ વે બનશે. કુલ ૫૯૪ કિમીના એક્સપ્રેસ વેમાં એઇએલ ૪૬૪ કિમીનું નિર્માણ કરશે. કંપની દ્વારા બદાયુંથી પ્રયાગરાજ વચ્ચેના હિસ્સાનું નિર્માણ કરશે.
• UP+Yogi ખૂબ ઉપયોગીઃ મોદી મુખ્યપ્રધાન આદિત્યનાથની પ્રશંસા કરીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ગંગા એક્સપ્રેસ-વેનું ઉદ્ઘાટન કર્યું હતું. ૫૯૪ કિ.મી.નો છ લેનગંગા એક્સપ્રેસ વે રૂપિયા ૩૬,૨૦૦ કરોડના ખર્ચે તૈયાર થશે. શાહજહાંપુર રોજા રેલવે ગ્રાઉન્ડ પહોંચીને નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આ એક્સપ્રેસ વે ખેડૂતો અને નવજવાનો માટે વરદાન સાબિત થશે. તે અરસામાં તેમણે વિરોદક્ષ પણ નિશાન સાધતાં જણાવ્યું હતું કે પહંલાં સાંજ પડતાં જ રસ્તાઓ પર તમંચા લહેરાતા હતા, મુખ્યપ્રધાન હવે માફિયાઓના ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવી રહ્યા છે. ધંધોરોજગાર કરનારા સવારે ઘેરથી બહાર નીકળતા હતા ત્યારે પરીવારને ચિંતા થતી હતી. ગરીબ પરીવારો બીજા રાજ્યમાં રોગારી મેળવવા જતા હતા તો ઘર જમીન પર ગેરકાયદે કબજો થવાની ચિંતા સતાવતી હતી. ક્યારે અને ક્યાં રમખાણ થઈ જાય તે કોઈ આંકી નહોતું શકતું. વિતેલા ચાર વર્ષમાં યોગીજીની સરકારે સ્થિતિ સુધારવા ભારે પરીશ્રમ કર્યો છે. તેથી જ ઉત્તર પ્રદેશની જનતા કહી રહી છે કે -યૂપી+યોગી, ખૂબ ઉપયોગી છે.
• હોબાળા અને કાર્યવાહીને મોકૂફ રાખવાને કારણે રાજ્યસભાની ઉત્પાદકતા ૩૭.૬૦ ટકા ઘટીઃ રાજ્યસભામાં વપિક્ષના ૧૨ સભ્યોને સસ્પેન્ડ કરવા મુદ્દે વારંવાર થયેલા હોબાળા અને કાર્યવાહીને મોકૂફ રાખવાને કારણે સંસંદના વર્તમાન શિયાલું સત્તરના ત્રીજા સપ્તાહ દરમિયાન ગૃહની ઉત્પાગકતા ઘટી ૩૭.૬૦ ટકા થઈ છે. સતત થતા હોબાળાથી રાજ્યસભાના વર્તમાન સત્રના પહેલા ત્રણ સપ્તાહમાં કુલ કામકાજ ૪૬.૭૦ ટકા રહ્યું હતું. રાજ્યસભા સચિવાલયના જણાવ્યા પ્રમાણે ચાલુ સત્રા પહેલાઅને બીજા સપ્તાહ દરમિયાન ગૃહની ઉત્પાગકતા અનુક્રમે ૪૯.૭૦ ટકા અને ૫૨.૫૦ ટકા હતી. ત્રીજા સપ્તાહ દરમિયાન ૨૭ કલાક ૧૧ મિનિટની કુલ નક્કી બેઠકમાં ગૃહ માત્ર ૧૦ કલાક ૧૪ મિનિટ જ કામ કરી શક્યું હતુ.
• ૪૦ હજાર વર્ષોથી ભારતના લોકોનું ડીએનએ એક સમાનઃ મોહન ભાગવતઃ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે શનિવારે અત્રે એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે ૪૦ હજાર વર્ષ અગાઉના ભારતના લોકોનું ડીએનએ એજ છે જે આજના લોકોનું છે. આપણા તમામના વડવાઓ એક જ છે. આ પૂર્વજોને લીધે આપણો દેશ ફૂલ્યો-ફાલ્યો અને આપણી સંસ્કૃતિ ટકી રહી. સંઘને હંમેશા મીડિયામાં સરકારના રિમોટ કંટ્રોલ તરીકે દર્શાવવામાં આવે છે, આ વાત બિલકુલ સાચી નથી. તેમણે વધુમાં જણાવ્યું કે, ભારત હાલમાં વિશ્વ શક્તિ નથી, પરંતુ નિશ્ચિત રૂપે મહામારી પછીના સમયમાં તે વિશ્વગુરૂ બનવાની ક્ષમતા ધરાવે છે. શનિવારે આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે ધર્મશાલામાં પૂર્વ સૈનિકોના એક કાર્યક્રમમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં જીવ ગુમાવનારા CDS બિપિન રાવત અને તેમના પત્ની મધુલિકા સહિત૧૩ અન્ય લોકોના નિધન બદલ એક મિનિટનું મૌન પાળ્યું હતું. પૂર્વ સૈનિકોના કાર્યક્રમમાં અંદાજે એકહજાર પૂર્વ સૈનિકો ઉપસ્થિત રહ્યા હતા.
• સરદાર પટેલ લાંબું જીવ્યા હોત તો ગોવા વહેલું આઝાદ થયું હોતઃ પીએમ મોદીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગોવા મુક્તિ દિવસની ઉજવણી પ્રસંગે ગોવા પહોંચ્યા હતા. તેમણે આ પ્રસંગે ગોવાને રૂપિયા ૬૦૦ કરોડની વિકાસ યોજનાની ભેટ આપી હતી. દર વર્ષે ૧૯ ડિસેમ્બરના રોજ ગોવા મુક્તિ દિવસની ઉજવણી થાય છે. તે દિવસે ભારતીય સશસ્ત્ર દળોએ ૧૯૬૧માં ગોવાને પોર્ટુગલ શાસનથી મુક્ત કર્યું હતું. ગોવા મુક્તિ દિવસની ડાયમંડ જ્યુબલીની ઉજવણી કરી રહ્યું છે.
• સુવર્ણ મંદિરમાં દરબાર સાહિબની તલવાર ઉઠાવવા યુવક ઘૂસ્યો, લોકોએ માર મારતાં મોત થઇ ગયુંઃ પંજાબના અમૃતસરમાં આવેલા સુવર્ણ મંદિરમાં ચોંકાવનારી ઘટના બની છે. અહીં પવિત્ર ગુરુ ગ્રંથ સાહિબને લઇને અસભ્ય વર્તન કરવાની કોશિશ કરનાર શખસ પર લોકો તૂટી પડ્યા હતા. અને એટલો માર માર્યો હતો કે તેનું મોત થઇ ગયું હતું. પોલીસના મતે રેહરાસ સાહિબ પાઠ વખતે સુવર્ણ મંદિરમાં એક અજાણ્યા યુવકે રેલિંગ પરથી કૂદકો મારીને ગુરુ ગ્રંથ સાહિબની સામે રાખેલી તલવાર સાહિબની સામે રાખેલી તલવાર પકડવાની કોશિશ કરી હતી. જેથી લોકોએ તેને પકડીને માર માર્યો હતો. બાદમાં તેનું મોત થઇ ગયું હતું. ડીસીપી પરમિંદરસિંહે શખસના મોતની ઘટનાની પુષ્ટી આપી છે. આ ઘટના બાદ સ્વર્ણ મંદિરમાં માહોલ ગરમાયો છે.
• અન્યાય સામે લડે તે હિન્દુ અને હિંસા ફેલાવે તે હિન્દુત્વવાદીઃ રાહુલઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી શનિવારે પદયાત્રા દરમિયાન અમેઠી પહોંચ્યા હતા. આ દરમિયાન કાર્યકર્તાઓને સંબોધતા રાહુલ ગાંધીએ ફરી હિન્દૂ અને હિન્દૂત્વવાદી વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે જે અન્યાય સામે લડે તે સાચો હિન્દૂ છે જ્યારે જે હિંસા ફેલાવે તે હિન્દૂત્વવાદી છે. રાહુલ ગાંધીએ કહ્યુ હતું કે ગાંધીજીએ કહ્યું હતું કે હિન્દૂનો રસ્તો સત્યાગ્રહ છે અને હિન્દૂત્વનો રસ્તો સત્તાગ્રહ છે. આજે એક તરફ હિન્દૂ છે જે અન્યાય સામે લડે છે જ્યારે બીજી તરફ હિન્દૂત્વવાદીઓ છે કે જેઓ નફરત ફેલાવી રહ્યા છે અને સત્તાને છીનવવા માટે કઇ પણ કરી શકે છે.
• હાર્વર્ડ યુનિ.માં નોકરીના બહાને ભારતની અનેક મહિલા પત્રકારો સાથે છેતરપિંડીઃ ન્યૂયોર્ક ટાઈમ્સે ભારતની મહિલા પત્રકારો સાથે થયેલી છેતરપિંડીનો અહેવાલ રજૂ કર્યો હતો. હાર્વર્ડ યુનિવર્સિટીમાં નોકરી અપાવવાના બહાને છેલ્લાં દોઢ-બે વર્ષમાં ભારતની મહિલા પત્રકારોને નિશાન બનાવાઈ છે. જેમાં નિધિ રાઝદાન, રોહિણી સિંહ, ઝૈનાબ સિકંદર વગેરેનો સમાવેશ થાય છે.
ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે છેલ્લાં થોડાંક વખતથી ભારતની મહિલા પત્રકારોને નિશાન બનાવીને છેતરપિંડીના બનાવો વધ્યા છે. હાર્વર્ડમાં નોકરી આપવાના બહાને ઘણી મીડિયા પર્સનાલિટીઝ સાથે છેતરપિંડી કરવામાં આવી છે. અહેવાલ પ્રમાણે ઝૈનાબ સિકંદરને ઓગસ્ટ-૨૦૧૯માં ટ્વિટરમાં અજાણ્યા માણસે મેસેજ મૂક્યો હતો. એમાં મીડિયા કોન્ફરન્સમાં ભાગ લેવા માટે હાર્વર્ડમાં આમંત્રણ અપાયું હતું. જોકે, ઝૈનાબે મેઈલમાં માહિતી આપવા જણાવ્યું એ પછી સંપર્ક કરનારાએ જવાબ આપ્યો ન હતો.
• યુનેસ્કોએ બંગાળની દુર્ગા પૂજાને હેરિટેજ લિસ્ટમાં સામેલ કરીઃ યુનેસ્કોએ કોલકાતાના દુર્ગા પૂજાના તહેવારને હેરિટેજ લિસ્ટમાં સામેલ કર્યો છે. આ સાથે ‘રિપ્રેઝન્ટેટિવ લિસ્ટ ઓફ ધ ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ ઓફ હ્યુમેનિટી’ તરીકે ઓળખાતી આ યાદીમાં ભારતની પરંપરા અને સંસ્કૃતિને દર્શાવતી ૧૪ ઇવેન્ટ્સ સામેલ કરવામાં આવી છે. યુનેસ્કોએ બુધવારે ટિ્વટ કરીને જણાવ્યું હતું કે, “અમે ભારતીયોને અભિનંદન પાઠવીએ છીએ. અમે આશા રાખીએ છીએ કે દુર્ગા પૂજાને સાંસ્કૃતિક વારસાની સૂચિમાં સામેલ કર્યા પછી, સ્થાનિક લોકો તેના વિશે વધુ ઉત્સાહિત થશે.” યુનેસ્કોએ વધુમાં જણાવ્યું હતું કે, “દુર્ગા પૂજા વર્ગ, ધર્મ, જાતિના ભેદભાવને ભુલાવી દે છે. લોકો ‘પંડાલો’ અને ‘મંડપો’ને જોવા માટે એક સ્થળેથી બીજા સ્થળે ફરે છે.
• દેશમાં યુવતીની લગ્નવય ૧૮થી વધારી ૨૧ કરાશેઃ કેન્દ્ર સરકારે પોતાની યોજના અનુસાર યુવતીની લગ્ન માટેની કાયદેસરની વયને ૧૮ વર્ષથી વધારીને ૨૧ વર્ષ કરી તેને પુરુષોને સમકક્ષ કરવાનો નિર્ણય કર્યો છે. બુધવારે કેન્દ્રીય કેબિનેટે પુરુષો અને મહિલાઓની લગ્ન માટેની કાયદેસરની વયને એકસમાન કરવા માટેની એક દરખાસ્તને મંજૂરી આપી દીધી હતી. માહિતગાર સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રોહિબિશન ઓફ ચાઇલ્ડ મેરેજ એક્ટ ૨૦૦૬માં સુધારો કરવા એક બિલ સંસદના ચાલી રહેલાં શિયાળુ સત્રમાં જ મંજૂરી માટે રજૂ થશે. અહેવાલો અનુસાર સૂચિત બિલમાં એક સમાન વિવાહ વય કરવા માટે વિભિન્ન સમુદાયોનાં લગ્ન સંબંધિત વિભિન્ન પર્સનલ લોઝમાં પણ પરિણામી પરિવર્તન કરવાની પણ માંગ થઇ શકે છે. હાલમાં મહિલાઓનાં લગ્ન માટેની કાયદેસરની વય ૧૮ વર્ષ અને પુરુષો માટે ૨૧ વર્ષ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક વર્ષ અગાઉ જણાવ્યું હતું કે મહિલાનાં લગ્ન માટેની કાયદેસરની વય કઇ હોવી જોઇએ તે માટે સરકાર વિચારવિમર્શ કરી રહી છે. નોંધનીય છે કે આ નિર્ણય સમતા પાર્ટીના ભૂતપૂર્વ પ્રમુખ જયા જેટલીના નેતૃત્વમાં ચાર સભ્યોના ટાસ્કફોર્સની ભલામણો પર આધારિત છે.
• બાળકના જન્મની સાથે જ આધારની નોંધણી થશેઃ યુનિક આઈડે્નટિફિક્શન આથોરિટી ઓફ ઇન્ડિયા હવે હોસ્પિટલમાં આધારકાર્ડની નોંધણી થાય તેવું આયોજન કરી રહ્યું છે. બાળકના જન્મની સાથે જ તેની નોંધણી થઈ જશે. પાંચ વર્ષ સુધી બાળકના આધારકાર્ડને માતા પિતામાંથી એક સાથે લિંક કરાશે. પાંચ વર્ષથી નાની ઉંમરના બાળકની આધાર નોંધણી માટે વ્યક્તિની દશ આંગળી, આંખની પાપણ કે ચહેરાની તસવીર સહિતની એકપણ બાયોમટ્રિક કેપ્ચર નહીં થાય. આવા બાળકની નોંધણી ડેમોગ્રાફિક માહિતી અને યુઆઈડી પાસે ઉપલબ્ધ તેમના માતાપિતાની ચહેરાની તસવીરો આધારે નોંધણી થશે. આવા બાળકો પાંચ વર્ષના અને ૧૫ વર્ષના થાય ત્યારે તેમણએ બાયોમેટ્રિક અપડેટ કરાવવા પડશે. મૂળ આધારકાર્ડમાં પણ આ સૂચના આપવામાં આવશે.
• અનિલ-ટીનાના પુત્ર અનમોલ અંબાણીએ ગર્લફ્રેન્ડ કૃષા શાહ સાથે સાદગીપૂર્ણ સમારંભમાં કરી સગાઈઃ અંબાણી પરિવારમાં ફરીવાર હરખનો પ્રસંગ યોજાઈ ગયો છે. અનિલ અંબાણી અને પૂર્વ અભિનેત્રી ટીના મુનીમના મોટા પુત્ર અનમોલ અંબાણીની એક સાદા સમારંભમાં સગાઈ થઈ છે. અનમોલના મિત્ર અરમાન જૈનએ સગાઈની તસવીર શેર કરી છે. અનમોલે પોતાના ગર્લફ્રેન્ડ કૃષા શાહ સાથે ગત ૧૨ ડીસેમ્બરના રોજ સગાઈ કરી હતી. સગાઈના કાર્યક્રમમાં માત્ર તેમના પરીવારના સભ્યો જ હાજર રહ્યા હતા. અરમાને સગાઈની આ તસવીરો અનમોલના જન્મદિવસે તેને વિશ કરતા શેર કરી હતી. જેમાં કપલ પોતાની રિંગ ફ્લોન્ટ કરતું દેખાય છે. આ સગાઈ વિશે અનિલ અંબાણીએ પણ કોઈ જાહેરાત કરી નહોતી.
