સુરતમાં વસતા સાત મુસ્લિમોએ હિન્દુ ધર્મ અંગીકાર કર્યો

Tuesday 21st December 2021 11:36 EST
 

સુરતઃ ધર્મ પરિવર્તનના ઉઠેલા મુદ્દા વચ્ચે જિલ્લામાં વસતા નવ નાગરિકોએ મુસ્લિમ ધર્મમાંથી હિન્દુ ધર્મ અપનાવવા માટે સુરત જિલ્લા કલેક્ટર સમક્ષ અરજી કરતાં સાત અરજી પર મંજૂરીની મહોર મારતા સુરતના સાત મુસ્લિમ નાગરિકોએ હિન્દુ ધર્મ અપનાવ્યો હતો.
સુરત જિલ્લામાં ૨૦૧૯થી અત્યાર સુધીના બે વર્ષમાં મુસ્લિમ ધર્મ છોડીને હિન્દુ ધર્મ અપનાવવા માટે કુલ નવ અરજીઓ આવી હતી. જેની ખરાઈ કર્યા બાદ નવમાંથી સાતમાં મુસ્લિમ ધર્મમાંથી હિન્દુ ધર્મ અંગીકાર કરવા માટે સુરત જિલ્લા કલેક્ટર દ્વારા મંજુરી અપાઈ હતી. એક અરજી દફ્તરે કરી દેવાઈ હતી અને બીજી અરજી પર હજુ સુધી નિર્ણય થયો નહીં હોવાનું જાણવા મળ્યું છે.


comments powered by Disqus