રાજકોટ: રાજકોટ-અમદાવાદ હાઈ-વે પર હીરાસર ખાતે આકાર પામી રહેલા ગ્રીનફિલ્ડ આંતરરાષ્ટ્રીય એરપોર્ટમાં રન-વે સહિતનું કામ અત્યારે આગળ વધી રહ્યું છે. જ્યારે ટર્મિનલ બિલ્ડિંગનું બાંધકામ પણ સમાંતરે આગળ વધી રહ્યું છે. ૩૦૪૦ મીટરના રન-વેમાંથી ૨૧૦૦ મીટરનો રન-વે બની ગયો છે. આ એરપોર્ટના પ્રથમ તબક્કાનું કામ ઓગષ્ટ ૨૦૨૨ સુધીમાં પૂરું થઈ જવાનો એરપોર્ટ ઓથોરિટીનો અંદાજ છે.
રાજકોટના એરપોર્ટ ડાયરેક્ટર દિગંત બોરાહે જણાવ્યું હતું કે ઓગષ્ટ મહિનાથી હીરાસર એરપોર્ટ શરૂ થાય તેવી સંભાવના છે. આ માટે એરપોર્ટ ઓથોરિટી દ્વારા કામગીરી ચાલુ છે.
