ગાંધીનગરઃ અમેરિકાના મુંબઈ સ્થિત કૉન્સ્યુલેટ જનરલ ડેવિડ જે રેન્ઝ દ્વારા ગુજરાતના નવ નિયુક્ત મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે સૌજન્ય મુલાકાત ગોઠવાઈ હતી. જેમાં મુખ્યપ્રધાને વાઈબ્રન્ટ સમિટ તેમજ ડિફેન્સ એક્સપોમાં અમેરિકન કંપનીઓને ભાગ લેવા માટે આમંત્રણ આપ્યું હતું.
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે અમેરિકન કોન્સ્યુલેટ જનરલ ડેવિડ જે રેન્ઝ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં મુખ્ય પ્રધાને વિશ્વમાં આગવી ઓળખ બનેલા વાઈબ્રન્ટ સમિટ તેમજ આગામી માર્ચ-૨૦૨૨માં યોજનારા ડિફેન્સ એક્સપોમાં અમેરિકન કંપનીઓને સહભાગી થવા આમંત્રણ પાઠવ્યું હતું.
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે અમેરિકન કોન્સ્યુલેટ જનરલ ડેવિડ રેન્ઝે યુએસએની કંપનીઓને ગુજરાતમાં સેમિકંડકટર્સના ઉત્પાદન માટે આગળ આવવા અનુરોધ કર્યો હતો. રાજ્યમાં પહેલાથી જ ૧૨૦ જેટલી અમેરિકન કંપનીઓ છે અને ૧૧.૩૬ બિલિયન ડોલરનું વિદેશી મૂડી રોકાણ આવ્યું છે. મુખ્યપ્રધાને કચ્છમાં ૨૦ હજાર મેગાવોટનો જે હાઈબ્રીડ એનર્જી પાર્ક આકાર પામી રહ્યો છે તેમાં તેમજ ગિફ્ટ સિટીમાં પણ અમેરિકન બેકીંગ અને નાણાકીય સંસ્થાઓ વધુ પ્રમાણમાં આવે તે ઈંજન પાઠવ્યું હતું.