નવીદિલ્હીઃ કેન્દ્ર સરકારે દેશમાં પ્રસરી રહેલા ડેન્ગ્યૂના ભયજનકસ્વરૂપ સિરોટાઇપ-II ડેન્ગ્યૂના કેસો અંગે ૧૧ રાજ્યને ચેતવણી જારી કરી ડેન્ગ્યૂ અને અન્ય મચ્છરજન્ય રોગો પર નિયંત્રણ મેળવવા જરૂરી તમામ પગલાં લેવા નિર્દેશ આપ્યો હતો. રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથેની કોરોના મહામારી પરની બેઠકમાં કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે ૧૧ રાજ્યમાં વધી રહેલા સિરોટાઇપ-II ડેન્ગ્યૂના કેસોને ઊભરતો પડકાર ગણાવ્યો હતો.