ગુજરાતમાં એક વર્ષમાં પ્રેમ પ્રકરણમાં ૧૭૦ની હત્યા

Tuesday 21st September 2021 13:58 EDT
 

અમદાવાદઃ ગુજરાતમાં એક વર્ષમાં પ્રેમપ્રકરણમાં કરવામાં આવતી હત્યામાં ચિંતાજનક વધારો નોંધાયો છે. વર્ષ ૨૦૧૯માં ૧૪૭ જ્યારે વર્ષ ૨૦૨૦માં ૧૭૦ વ્યક્તિઓની પ્રેમ પ્રકરણમાં હત્યા થઇ છે. ગુજરાતમાં વર્ષ ૨૦૨૦માં ૯૮૨ વ્યક્તિઓની હત્યા થઇ હતી અને તેમાંથી સરેરાશ ૧૮ ટકામાં કારણ પ્રેમ પ્રકરણ છે તેમ કહી શકાય.
નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો દ્વારા જારી કરવામાં આવેલા વર્ષ ૨૦૨૦ના અહેવાલ પ્રમાણે ગુજરાતમાં પ્રેમ પ્રકરણને લીધે કરવામાં આવતી હત્યામાં ચિંતાજનક વધારો નોંધાયો છે. પ્રેમ પ્રકરણને લીધે કરાયેલી હત્યામાં ઉત્તર પ્રદેશ ૩૭૦ સાથે મોખરે, ગુજરાત-બિહાર ૧૭૦ સાથે બીજા, મધ્ય પ્રદેશ ૧૪૭ સાથે ત્રીજા, મહારાષ્ટ્ર ૧૧૬ સાથે ચોથા રાજસ્થાન ૬૬ સાથે પાંચમાં સ્થાને છે.


comments powered by Disqus