અમદાવાદઃ ગુજરાતમાં જંબુસરના જંગલોમાં મુસ્લિમ યુવાનોને રિક્રુટ કરી જેહાદી પ્રવૃત્તિની તાલીમ આપવામાં આવતી હોવાની ય માહિતી આપવામાં આવી છે. આ આખા ષડયંત્રને પાર પાડવા વિદેશમાં રહેલા આઈએસના હેન્ડલર્સ ડાર્ક વેબનો ઉપયોગ કરીને સંદેશાવ્યવહારોની આપ-લે કરતા હોવાનો ય ઘટસ્ફોટ થયો છે. જંબુસર ઉપરાંત પશ્ચિમ બંગાળના બર્દવાન અને મહારાષ્ટ્રના રત્નાગિરીમાં આઈએસઆઈએસના વિચારધારા ફેલાવવા માટે નક્કી કર્યુ હતુ. એનઆઈએ દ્વારા બેંગલુરુમાં વિશેષ અદાલતમાં શિહાબુદ્દીન સામે ફાઈલ કરાયેલી પૂરક ચાર્જશીટમાં ગુજરાત સહિત ત્રણ રાજયોમાં કેવી રીતે આઈએસઆઈએસનો ફેલાવો કરવો તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અફ્ઘાનિસ્તાન સંકટને પગલે એનઆઈએએ આઈએસઆઈએસના ૨૫ શંકાસ્પદોની ઓળખ કરી છે.
