જામનગરઃ જામનગરના દિલીપ ધ્રુવે વિઘ્નહર્તાની અલગ અલગ સ્વરૂપની ૧૫૦૦ મૂર્તિઓ સહિત કુલ ૫૦૦૦ વિવિધ ગણેશ પ્રતિમાઓનું અનોખું કલેક્શન કર્યું છે. કલેક્શનની ખાસિયત એ છે કે, ગણપતિની તમામ મૂર્તિઓ અને પ્રતિમામાંથી એક પણ સ્વરૂપ એક સરખું નથી એટલે રિપિટ થતું નથી. દરેક મૂર્તિઓ અલગ-અલગ સ્વરૂપમાંથી જોવા મળે છે. અદભૂત કલેક્શન અંગે દિલીપભાઇએ જણાવ્યું હતું કે, તેઓ ભગવાન ગણેશ પ્રત્યે બાળપણથી જ અતૂટ શ્રદ્વા ધરાવે છે. એટલું જ નહીં તેમની પાસે ભગવાન ગણેશના જીવન અધારિત હિન્દી, ગુજરાતી, મરાઠી અને અંગ્રેજી ભાષાની ૨૫૦૦ પુસ્તક છે. તેઓના ઘરની દરેક વસ્તુઓમાં ભગવાન ગણપતિની ક્યાંકને ક્યાંક ઝલક જોવા મળે છે.