જામનગરમાં પૂરની ભરપૂર ખુવારી ૧૨ માનવ, ૪૪૨ પશુનાં મૃત્યુ

Tuesday 21st September 2021 14:12 EDT
 

જામનગર: જામનગર શહેર અને જિલ્લામાં ૧૨ અને ૧૩ સપ્ટેમ્બરે વરસેલા ભારે વરસાદ અને પૂરનાં કારણે ઠેર-ઠેર પારાવાર તારાજી થઈ છે. મેઘરાજાએ એક જ રાત્રીમાં ચિત્ર પલટાવી નાખ્યું પરંતુ શહેરીજનો અને ગ્રામજનોએ કદી કલ્પી ન હોય તેવી તારાજી પણ સર્જી દીધી. જેમ-જેમ ઉઘાડ થાતો જાય છે તેમ-તેમ નુકસાનીનું પ્રમાણ પણ વધતું જાય છે. દરમિયાન ચાર દિવસના અરસામાં પ્રકાશમાં આવેલી માહિતી મુજબ જામનગર જિલ્લામાં કોર્પોરેશન, એસ.ટી., પીજીવીસીએલ સહિતના વિભાગોને અંદાજે રૂા. ૧૩.૬૧ કરોડનું નુકસાન થવા પામ્યું છે જ્યારે ૧૨ માનવ, ૪૪૨ પશુનાં મૃત્યુ થયાં છે. ૯૮ મકાન ધારાશાયી થયાં છે. જામનગર શહેર-જિલ્લામાં મૂશળધાર વરસાદનાં કારણે પૂરના પ્રકોપથી અનેક ગામડાઓ બેટમાં ફેરવાઈ જવા પામ્યા હતા. 


comments powered by Disqus