ટુંકમાં કાયદો બનશેઃ સ્કૂટર, બાઇક ફક્ત ઇથેનોલથી ચાલશે

Tuesday 21st September 2021 15:15 EDT
 

અમદાવાદઃ કેન્દ્રીય માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું કે હું જલ્દી જ કાયદો બનાવી રહ્યો છું. તેના પછી સ્કૂટર, બાઈક, ઓટો રિક્ષા વગેરે પેટ્રોલથી નહીં ચાલે. તે ૧૧૦ રૂપિયાના પેટ્રોલની જગ્યાએ ૬૫ રૂપિયા પ્રતિલીટરના ૧૦૦ ટકા ઈથેનોલથી ચાલશે. તેનાથી પૈસા બચશે અને પ્રદૂષણ પણ ઘટશે.તેમણે કહ્યું કે હું સંપૂર્ણપણે દેશમાંથી પેટ્રોલ, ડીઝલનો ઉપયોગ બંધ કરવા પ્રયાસ કરી રહ્યો છું. આમ પણ દેશની જનતા વધતા પેટ્રોલ-ડીઝલના ભાવથી સરકાર સામે નારાજગી દર્શાવી રહી છે. ત્યારે ઈથેનોલનો
બાઈક-રિક્ષામાં ઉપયોગની છૂટનો કાયદો લોકો માટે રાહતરૂપ રહેશે.


comments powered by Disqus