ડાયમંડના ટ્રેડિંગ પર ૨ ટકા ડ્યુટી માફ કરાશેઃ પિયુષ ગોયલ

Tuesday 21st September 2021 15:06 EDT
 

સુરતઃ હીરા બુર્સની મુલાકાત વેળા કેન્દ્રિય ટેક્સટાઈલ પ્રધાન પિયુષ ગોયલે ડાયમંડના ટ્રેડિંગ પર લાગતી ૨ ટકા ડ્યુટી માફ કરાશે એવી જાહેરાત કરી હતી. આ સાથે ચેમ્બર ઓફ કોમર્સના ઈન્ટરએક્ટિવ સેશનમાં સુરતને જ મેગા ટેક્સટાઈલ પાર્ક મળે તો અમારાથી વધુ ખુશ કોઇ નહીં થાય. ઇન્ડસ્ટ્રીને નડતી સમસ્યાઓ જાણવા મળી અને તેના નિરાકરણ માટે ઉદ્યોગકારો તરફથી સૂચનો પણ મળ્યા છે. જે ફાઇલો પેન્ડીંગ છે તેનો બે દિવસ બાદ અભ્યાસ શરૂ થઇ જશે. યુકે, યુએઇ, યુરોપિયન યુનિયનના ૨૭ દેશ એક્ઝિસ્ટીંગ એફટીએ પર નેગોશિએટ કરીને વિચારીએ. એફટીએ એકતરફી નથી, બંને તરફથી હોય છે. જે વસ્તુની ડિમાન્ડ કરવામાં આવે છે તો કઇ વસ્તુ છોડી શકાય તેની પણ ઉદ્યોગકારોએ તૈયારી રાખવી પડશે. સમગ્ર મામલે રિસ્ક ફેકટર સ્ટડી કરીને એકઝામિન કરાશે.
અન્ડર વેલ્યુએશન વિશે પણ ડીજીએફટી અને કસ્ટમ્સ સાથે વાત કરાશે. કેન્દ્રીય રાજ્ય પ્રધાન દર્શના જરદોશે કહ્યું કે, અમે કરેલા કામ આશિષભાઈ મંચ પરથી બોલ્યા તેનો આનંદ છે. ઉદ્યોગકારોએ ગોયલને ૨૫ સવાલ કર્યા જેમાંથી ૪ ના જવાબ આપ્યા હતા. ગોયલે ડાયમંડના ટ્રેડિંગ પર લાગતી ૨ ટકા ડ્યુટીના નિકાલ માટે તાત્કાલિક સેક્રેટરીને સુચના આપી હતી.


comments powered by Disqus