પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને સુભાષ પાલેકર પ્રેરીત પ્રાકૃતિક ખેતીની કાર્યશાળા યોજાઇ હતી. આ કાર્યશાળામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવતાં જણાવ્યું હતું કે, કાંકરેજી અને ગીર ઓલાદની દેશી ગાયના માત્ર એક ગ્રામ છાણમાં ૩૦૦ કરોડ જેટલી વિરાટ સંખ્યામાં ખેતી ઉપયોગી બેક્ટેરીયા હોય છે તેના દ્વારા નોંધપાત્ર ખેત ઉત્પાદન મેળવીને બિમારીઓથી પણ દૂર રહી શકાય છે. ડાંગ જિલ્લાને સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી આધારીત જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યપાલે પોતાના અનુભવો જણાવતાં કહ્યું કે, હરીયાણા- કુરૂક્ષેત્રના ગુરૂકુળમાં સુભાષ પાલેકર પ્રેરીત પ્રાકૃતિક ખેતીના અમલથી ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો છે.