ગાંધીનગરઃ કોરોનાને કારણે દોઢ વર્ષથી સામાન્ય નાગરિકો માટે બંધ રખાયેલા સચિવાલય ૨૧ સપ્ટેમ્બરથી ખુલ્લા મુકવાનો નિર્ણય મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કર્યો છે. નાગરિકો પોતાની રજૂઆત માટે પ્રધાનો કે અધિકારીઓને મળવા સચિવાલયમાં પ્રવેશી કરશે.
કોરોનાને લઇ લોકડાઉન લાગુ થયું ત્યારથી સચિવાલય સંકુલમાં સમાન્ય નાગરિકો માટેના પ્રવેશ પર પ્રતિબંધ હતો. કોરોનાની બીજી લહેર પછી ચાલું વર્ષના જૂન મહિના બાદ તમામ સ્થળો પરના નિયંત્રણો ક્રમશઃ હટાવવામાં આવ્યા હતા પરુતું કેસો સાવ ઓછા આવવા છતાં સચિવાલયમાં અરજદારોને પ્રવેશ અપાતો ન હતો. રાજકીય નેતાઓ, કાર્યકરો અને પ્રધાનો ભલામણ કરે તેવા લોકોને જ સચિવાલયમાં પ્રવેશ આપવામાં આવતો હતો. દોઢ વર્ષ બાદ સચિવાલયના દરવાજા ખુલ્લા મૂકવાનો નિર્ણય લેવાયો છે.
