વડોદરાઃ વડોદરાના દિવાળીપુરા વિસ્તારમાં રહેતી અને ખાનગી યુનિવર્સિટીમાં LLBનો અભ્યાસ કરી રહેલી ૨૪ વર્ષીય યુવતી શહેરમાં સીએ પાસે લાયઝનિંગની ટ્રેનિંગ લેવા ગઇ ત્યારે અલગ અલગ દિવસે સીએ અને તેના ઇન્વેસ્ટર પાવાગઢના ટ્રસ્ટીએ બળજબરી દુષ્કર્મ કરી તેના ન્યૂડ ફોટો પાડી વાયરલ કરી દેતાં યુવતીએ બંને સામે ફરિયાદ નોંધાવી છે.
હરિયાણાના રોહતકની યુવતી શહેરની ખાનગી યુનિવર્સિટીમાં LLBનો અભ્યાસ કરે છે. અને તેણે ગોત્રી પોલીસમાં અશોક જૈન તેમજ પાવાગઢ મંદિરના ટ્રસ્ટી અને ઇન્વેસ્ટર રાજુ ભટ્ટ સામે ફરિયાદ નોંધાવતાં જણાવ્યું હતું કે લાયઝનિંગની ટ્રેનિગ લેવા માટે તે અશોક જૈનની લેન્ડ લો ટ્રેનિંગ પ્રોજેક્ટનું છેલ્લા ૫ માસથી કામ કરે છે. અશોક જૈને તેને ભાડેથી ફ્લેટ આપેલો છે. અશોક જૈને તેના ફ્લેટ પર જઇ તેના વાળ પકડી બેડરૂમમાં લઇ ગયો હતો. અને માર મારી કપડાં ફાડી નાંખી દુષ્કર્મ કર્યું હતું. અને ઇન્વેસ્ટરે રાજુ ભટ્ટને પણ ખુશ કરવા જણાવ્યુ હતું.
ત્યારબાદ બીજા દિવસે રાજુ ભટ્ટ પણ તેના ઘેર ગયા હતા. અને યુવતીને ધક્કો મારી ટીવી ઉંચું કરી ફેંક્યું હતું અને બેડરૂમમાં લઇ જઇ બળજબરીથી દૂષ્કર્મ કર્યું હતું. અને ધમકી આપી હતી કે રેકોર્ડિંગ કર્યું છે કે વાયરલ કરીને બદનામ કરી દઇશ. યુવતીના ન્યુડ ફોટા પણ યુવતીના મિત્રને મોકલી વાયરલ કર્યા હતા.
