પોરબંદર-વેરાવળ હાઇવે પર અકસ્માતમાં એક પરિવારનાં ૪ યુવાનનાં મોત

Tuesday 21st September 2021 14:13 EDT
 

પોરબંદઃ ખંભાળિયાના ખજૂરિયા ગામે રહેતા ૪ યુવાનો કાર મારફત વહેલી સવારે લોએજ ગામે જવા નિકળ્યા હતા. નરવાઇથી ચીકાસા વચ્ચે એકાએખ કાર ડિવાઇડર સાથે અથડાઇ પલટી મારી જતાં કારમાં સવારે ઘેલું, મયુર અને કિશનના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે રાજુભાઇને સારવાર અર્થે જામનગર લઇ જતાં રસ્તામાં જ દમ તોડી દીધો હતો. વજશીભાઇને સામાન્ય ઇજા પહોંચી હતી.


comments powered by Disqus