અમદાવાદઃ ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલ ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવ્યા હતા. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યપાલ આનંદીબહેન પટેલની શુભેચ્છા મુલાકાત લઈ આશીર્વાદ મેળવ્યા હતા. આ શુભેચ્છા મુલાકાત દરમિયાન રાજ્યપાલ આનંદીબહેને શાલ ઓઢાડી ભૂપેન્દ્ર પટેલને આવકારી શુભેચ્છા પાઠવી હતી.