મુન્દ્રા બંદરેથી રૂ. ૧૦ હજાર કરોડની કિંમતનો ૨૯૮૮ કિ.ગ્રા. હેરોઈનનો જથ્થો પકડાયો

Tuesday 21st September 2021 14:51 EDT
 

ભુજ: મુન્દ્રા અદાણી બંદરેથી આયાત કરવામાં આવેલા બે કન્ટેનર અટકાવી ગાંધીધામ ડીઆરઆઈ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ દરમિયાન કુલ ૨,૯૮૮.૨૨ કિલોગ્રામ હેરોઈનનો જથ્થો મળી આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં પકડાયેલા જથ્થાની કિંમત દસ હજાર કરોડ રૂપિયા સુધીની છે.
કન્ટેનરમાંથી નશીલા પદાર્થને કંડલા કસ્ટમના સ્ટ્રોંગરૂમમાં જમા કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ જથ્થો વિજયવાડા થઈને દિલ્હી જવાનો હતો. બંને કન્ટેનરની તપાસમાં પ્રથમ કન્ટેનરમાંથી ૧,૯૯૯.૫૮ કિલો જથ્થો મળી આવ્યો હતો. બીજા કન્ટેનરમાંથી ૯૮૮.૬૪ કિલો હેરોઈન મળી આવ્યું હતું. કુલ ૨,૯૮૮.૨૨ કિલોગ્રામ જેટલો જથ્થો સીઝ કરીને કંડલા કસ્ટમ હાઉસમાં રાખવામાં આવ્યો હતો. વિજયવાડાની આશી ટ્રેડિંગ નામની કંપનીએ જથ્થો ઈમ્પોર્ટ કર્યો હોવાનું પણ કહેવાય છે.

ડ્રગ્સકાંડમાં એક મહિલાસહિત બેની ધરપકડ

એકતરફ ડીઆરઆઈ કન્ટેનરમાં કેટલો જથ્થો છે? તેની તપાસ કરી રહી હતી. તો બીજી તરફ દેશની સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓ પણ ગંભીર મામલામાં બાજ નજર રાખી રહ્યા હતા. આ દરમિયાનમાં ગુજરાતમાં કચ્છ અને અમદાવાદ તેમજ દિલ્હી, ચેન્નઈ સહિતમાં ગુપ્ત રાહે ડ્રગ માફિયાઓના તાર શોધવાનું શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં
એક મહિલા સહિત બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી.


comments powered by Disqus