રાજકોટ: મુખ્ય પ્રધાન પદેથી રાજીનામું આપ્યા બાદ રાજકોટ આવી પહોંચેલા વિજય રૂપાણીએ કાર્યકર્તા સંવાદમાં કહ્યું હતું કે મેં ઘડીના છઠ્ઠા ભાગમાં રાજીનામું આપી દીધું, રાજકોટનો જ કાર્યકર્તા કરી શકે, રૂપાણીની વાતને હાજર સહુ કોઇ કાર્યકરોએ તાલીઓ વગાડી વધાવી હતી.
રાજકોટમાં કાર્યકર્તાઓ સાથે સંવાદ બેઠક યોજાઇ હતી. સંવાદ બેઠકને સંબોધતાં પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કહ્યું હતું કે, હું સીએમ (કોમનમેન) હતો, અને આજેય સીએમ છું, એક તમારામાંનો કાર્યકર્તા, એટલે એવો કાર્યકર્તા કે જે પાર્ટી જે કામ સોંપે તે કામ કરે, અને એટલા જ માટે ઘડીના છઠ્ઠા ભાગમાં મેં રાજીનામું આપી દીધું, કેમ કે રાજકોટના જ કાર્યકર્તા આ કરી શકે. બાકી છોડવું અઘરું છે. ભાઇ, એક સરપંચનું તો રાજીનામું માગો, પરંતુ આપણે એટલા માટે કહીએ છીએ કેમ કે આપણે પદને કોઇ મહત્વ નથી આપતાં.
રૂપાણી સાથે ગુફતગુઃ વજુભાઇએ કહ્યું, આ નાનોસૂનો ચેન્જ નહોતો
મુખ્યપ્રધાન તરીકે રાજીનામું આપ્યા બાદ રાજકોટ આવી પહોંચેલા માજી મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણી અને વજુભાઇ વાળા એક કાર્યક્રમમાં મળી ગયા હતા, બંને દિગ્ગજોને બાજુ પર બેસીને ગુફ્તગૂ કરતાં લોકોમાં કુતૂહલ જાગ્યું હતું.
વજુભાઇ વાળાએ રૂપાણીને કહ્યું હતું કે, આ ગુજરાત માટે નાનોસૂનો ચેન્જ નહોતો, તેમ કહી વિજયભાઇને સંગઠનની જવાબદારી સોંપી? તેવું પૂછ્યછયું હતું. વિજયભાઇ એ કહ્યું હતું કે, ના હજી નહીં, કામ કરતા રહેવાનું. વિજય રૂપાણીએ કશો જ ફોડ પાડ્યો નહોતો. વજુભાઇએ મોહન ભાગવત અને ભાજપના રાષ્ટ્રિય મંત્રી સંતોષનો પણ ઉલ્લેખ
કર્યો હતો.