રાજકોટની રાજકુમાર કોલેજની ચૂંટણીમાં લાઠી અને મૂળીના રાજવી વિજેતા

Tuesday 21st September 2021 14:00 EDT
 

રાજકોટઃ રાજકોટની રાજશાહી વખતની કોલેજમાં રજવાડાંના સંતાનો અભ્યાસ કરતાં. એવી રાજકુમાર કોલેજ ટ્રસ્ટીની ચૂંટણી કમિશનરની ઉપસ્થિતિમાં યોજવામાં આવી હતી. આ ચૂંટણીમાં ઉમેદવાર તરીકે સૌરાષ્ટ્રના ૧૭ રજવાડાંઓના રાજવીઓએ ઉમેદવારી નોંધાવી છે. આ ટ્રસ્ટની કુલ ૭ બેઠક પૈકી ગ્રુપ-એ એટલે સેલ્યૂટ સ્ટેટની ચાર બેઠક અને ગ્રૂપ-બી એટલે કે નોન સેલ્યૂટ સ્ટેટની ત્રણ બેઠક હતી. ગ્રૂપ-એના તમામ ઉમેદવારોએ એક સરખા ચાર મત મળવાને કારણે તેની ચારેય બેઠક પર ટાઇ થઇ હતી. જ્યારે ગ્રૂપ બીમાં પણ એક બેઠક ટાઇ થઇ હતી જ્યારે બે બેઠક વિજેતા જાહેર કરવામાં આવી હતી. કુલ ૭ બેઠક પૈકી ઠાકોરસાહેબ કીર્તિકુમારસિંહજી ઓફ લાઠીને ૯ મત મળતા અને ઠાકોરસાહેબ જિતેન્દ્રસિંહજી ઓફ મૂળીને ૯ મત મળતાં બંને રાજવીને વિજેતા જાહેર કરાયા છે. ટાઇ થયેલી બેઠકો માટે કેવી રીતે નિર્ણય કરવો તે અંગે ચેરિટી કમિશનર હાઇકોર્ટના નિર્દેશ અનુસાર નિર્ણય કરશે.


comments powered by Disqus