રાહુલ ગાંધી નરેન્દ્ર મોદી સામે ટક્કર લઈ શકે તેમ નથીઃ મમતા બેનરજી

Tuesday 21st September 2021 15:11 EDT
 

કોલકાતાઃ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી દરમ્યાન નરેન્દ્ર મોદીની સામે વિરોધપક્ષના નેતા તરીકે મમતા બેનરજીને પ્રોજેક્ટ કર્યા હતા. તે સાથે રાહુલ ગાંધીની રાષ્ટ્રીય નેતા તરીકેની વિશ્વસનિયતા પ્રત્યે પણ પક્ષે મજાક ઉડાવી હતી.
અહીં આયોજિત એક સમારંભને સંબોધતા તૃણમૂલ કોંગ્રેસના નેતા સુદીપ બંદોપ્ધાયાયે કહ્યું હતું કે અમે કોંગ્રેસ વિનાના વિપક્ષી મોરચાની વાત જ નથી કરતાં, પરંતું હું છેલ્લા ઘણા સમયથી રાહુલ ગાંધીનું નિરિક્ષણ કરી રહ્યો છું અને મને જણાયું છે કે તે પોતાની જાતને નરેન્દ્ર મોદીના વિકલ્પ તરીકે વિકસાવી શક્યા નથી. આજે આખો દેશ મમતા બેનરજીને ઇચ્છી રહ્યો છે અને અમે મમતા બેનરજીના ચહેરાને જ આગળ ધરીને અમારૂં ચૂંટણી અભિયાન ચલાવીશું.
રાહુલ ગાંધી નરેન્દ્ર મોદીને હરાવી શકે નહીં, જ્યારે સામ્યવાદી પાર્ટીઓનું મૂલ્ય હાલ ઝીરો થઇ ગયું છે એમ તૃણમૂલના નેતાએ કહ્યું હતું. યાદ રહે કે તૃણમૂલ કોંગ્રેસના કેટલાંક નેતાઓ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં વિરોધપક્ષના નેતા તરીકે લમમતા બેનરજીનો ચહેરો આગળ કરી રહ્યા છે. જો કે પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન બેનરજી પોતે એવું રટણ કરી રહ્યા છે કે તેમના માટે કોઇ પણ પદ/હોદ્દા કરતાં વિરોધપક્ષોની એકતા બહુ જરૂરી છે.


comments powered by Disqus