નવી દિલ્હીઃ રોકાણકારો સાથે ૧૦૦૦ કરોડ રૂપિયાની છેતરપિંડી આચરવા સાથે સંકળાયેલા મની લોન્ડરિંગના કેસમાં કેરળસ્થિત ફાઇનાન્સિંગ ગ્રુપ અને તેના પ્રમોટરોની કુલ ૩૧.૧૬ કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં આવેલી છે તેમ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઇડી)એ એક નિવેદનમાં જણાવ્યું છે.
ટાંચમાં લેવામાં આવેલી સંપત્તિમાં કેરળ, તમિલનાડુ અને આંધ્ર પ્રદેશમાં જમીન, બિલ્ડિંગ સહિતની ૨૩ સ્થિર મિલકતો, ૧૧૩૨ બેંક ખાતાઓેમાં મૂકવામાં આવેલ ડિપોઝિટરોનું રિ પ્લેજ કરેલ ૩૨ કીલો સોનું, મર્સિડિઝ બેન્ઝ, ટોયેટા સહિતની વૈભવી કારો, પોપ્યુલર ફાઇનાન્સ ગ્રુપના પ્રમોટરોની ૨૩ ફિક્સ્ડ ડિપોઝીટ અને ૭૩૨ ચાલુ ખાતાઓનો સમાવેશ થાય છે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ(પીએમએલએ) હેઠળ જારી કરાયેલા પ્રોવિઝનલ ઓર્ડર હેઠળ આ મિલકતો ટાંચમાં લેવામાં આવી છે.
