નવીદિલ્હીઃ પૂર્વ લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર છેલ્લા એક વર્ષથી ભારત અને ચીનની સેના આમનેસામને પોઝિશન લઈને ઊભી છે ત્યારે આ બોર્ડરની સુરક્ષા સંભાળતા અર્ધસૈનિક દળ ITBP માટે ઓલવેધર કન્ટ્રોલ બોર્ડર આઉટપોસ્ટ બનાવવાનો પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવ્યો હતો. પણ પાંચ વર્ષમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં આ પ્રોજેક્ટ આખરે નિષ્ફ્ળ ગયો હતો. પ્રોજેક્ટ નિષ્ફ્ળ ગયા પછી કેન્દ્રનાં ગૃહમંત્રાલય અને જળશક્તિ મંત્રાલય વચ્ચે વિવાદ છેડાયો છે.
કેન્દ્રનાં ગૃહમંત્રાલય દ્વારા NPCCનું પેમેન્ટ રોકવામાં આવ્યું હતું અને યોજનાને પડતી મૂકવા વિચારાયું હતું. બીજી તરફ પ્રોજેક્ટ નિષ્ફ્ળ જવા માટે NPCC એ ITBP પર દોષનો ટોપલો ઢોળ્યો હતો. આઉટપોસ્ટની અંદરનું તાપમાન જાળવવા NPCC સદંતર નિષ્ફ્ળ ગયું હતું. આથી તેનું રૂ. ૪ કરોડનું પેમેન્ટ રોકવામાં આવ્યું હતું. આ BOPમાં ૧૦-૧૧ ડિગ્રી સેલ્શિયસથી વધુ તાપમાન જળવાય તેમ ન હતું. આ ઉપરાંત તેની ગુણવત્તા પણ ખરાબ હતી.
