અમદાવાદઃ દેશના વડાપ્રધાન મોદીના જન્મદિન નિમિત્તે રાજ્યમાં વેક્સિનેશન મહાઅભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.જે અંતર્ગત અમદાવાદમાં ૧.૫૦ લાખ અને સુરત શહેરમાં એક જ દિવસમાં ૧.૮૦ લાખથી વધુ લોકોને કોરોના પ્રતિરોધક રસી આપવામાં આવી હતી. જામનગરના બેરાજા ગામમાં પુર બાદ લાઈટ ન હોવાથી રાત્રે ટોર્ચના અજવાળે વેક્સિનેશન કરાયું હતું. તો કેટલાક અંતરિયાળ ગામોના વગડા જેવા વિસ્તારોમાં પણ રસીકરણ કરવામાં આવ્યું હતું.