વતનપ્રેમ યોજના સફળ થાય તો આણંદના ગામોની થશે કાયાપલટ

Tuesday 21st September 2021 15:10 EDT
 

આણંદઃ જિલ્લાના ૩૫૧ ગામોમાંથી મોટાભાગના ગામોના ૧૦ થી વધુ પરિવારો વિદેશમાં વર્ષોથી સ્થાયી છે. તેનો લાભ માતૃભૂમિને અવારનવાર મળતો હોય છે. ત્યારે ગામડાઓમાં શહેર જેવી સુવિધાઓ ઊભીકરવા માટે રાજય સરકાર દ્વારા વતનપ્રેમ યોજના જાહેર કરવામાં આવી છે. જેમાં ગામના વિકાસના કામો માટે વિદેશ કે કોઇ પણ જગ્યાએે રહેતા ગામના વતનની માતૃભૂમિનું ઋણ અદા કરવા માંગતા હોય પોતાના ગામમાં પાયાની સુવિધા ઊભી કરવા માંગતા હોય તેવા દાતાઓ માટે સરકારે આ યોજના અમલી બનાવી છે. જેમાં દાતાની ૬૦ ટકા અને સરકારની ૪૦ ટકા રકમથી વિકાસના કામો હાથ ધરાશે.
આ વતનપ્રેમ યોજનાને સફળ બનાવવા માટે વતન પ્રેમ યોજના સોસાયટીની રચના કરવામાં આવશે. આ સોસાયટી અંતર્ગત ગવર્નિંગ બોડી અને કારોબારી સમિતિ રહેશે. જેમાં સરકારના નવ સભ્યો અને ગામની બે પ્રતિષ્ઠિત વ્યકિતને સમાવવામાં આવશે. તેઓની દેખરેખ હેઠળ ગામના વિકાસના કામો કરવામાં આવશે. દાતાઓ દ્વારા જે કામ માટે દાન આપવામાં આવે તે કામ તાલુકા વિકાસ અધિકારી દ્વારા કામની વહીવટી મંજૂરીની કાર્યવાહી કરવાની રહેશે.


comments powered by Disqus