સુરતઃ જો વ્યક્તિમાં લગન હોય તો તે ઈચ્છે ત્યાં પહોંચી શકે છે. સુરતના વૈશાલી પટેલે ડાબો હાથ સંપૂર્ણ નિષ્ક્રિય હોવા છતા બેડમિન્ટન રમી તે સાબિત કરી બતાવ્યું છે. વૈશાલીની ઉંમર હાલ ૩૫ વર્ષની છે. તેમણે એપ્રિલ દરમિયાન દુબઈ ખાતે યોજાયેલ થર્ડ ફાજા પેરા બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સ્થાન મેળવીને ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમજ ૨૦૧૮માં પણ એ ટુર્નામેન્ટમાં રમી ચુક્યા છે. અત્યાર સુધી ૪ નેશનલ મેડલ મેળવી ચુક્યા છે. વૈશાલી પટેલ DGVCL સુરતમાં સિ.આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવે છે. હાલ તેઓ નવેમ્બરમાં યોજાનાર એશિયન વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે તૈયારી કરી રહ્યા છે.