સોમનાથ સંસ્કૃત યુનિ.ને નેકનો એ વન પ્લસ ગ્રેડ

Tuesday 21st September 2021 14:04 EDT
 

વેરાવળ: સોમનાથ સાનિંધ્યે વેરાવળ શહેરમાં કાર્યરત રાજ્યની એકમાત્ર સોમાથ સંસ્કૃત યુનિવર્સિટીનું નેક દ્વારા મૂલ્કાયાકન કરી એ પ્લસ ગ્રેડ આપવામાં આવ્યો છે. ત્યારે રાજ્યની એકમાત્ર યુનિ.ને નેક દ્વારા એ પ્લસ ગ્રેડ મળ્યો હોય જે ગુજરાત અને સોમનાથ માટે ગૌરવ સમાન છે.
વર્ષ ૨૦૦૬માં સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર માટે તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા રાજ્યની એકમાત્ર સંસ્કૃત યુનિવર્સિટીની સોમનાથ સાનિંધ્યે સમયાંતરે યુનિ.ને રાજ્ય સરાકર દ્વારા જરૂરી ગ્રાંટો ફાળવી વિદ્યાર્થી ભણતર સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવી હતી. દરમિયાન ચાલુ વર્ષે પ્રતમ વખત નેક દ્વારા સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનું મૂલ્યાંકન કરવાની જાહેરાત કરી હતી. તે મુજબ તાજેતરમાં તા. ૧૭, ૧૮ અને ૧૯ના ત્રણ દિવસ સુધી નેક સંસ્થાની ટીમ દ્વારા સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીની રૂબરૂ મુલાકાત લીધી હતી. જેમાં ટીમ દ્વારા જુદા જુદા મુદ્દાઓને લઈ સંસ્કૃત યુનિ. દ્વારા ભણાવવાનું, સંસ્કૃતના પ્રચાર-પ્રસાર, વિદ્યાર્થીઓ માટે રહેવા, જમવા અને ભણતરની સુવિધા બાબતે ચકાસણી કરી હતી.


comments powered by Disqus