પાલનપુર: વડગામના મેમદપુરના શહીદ જવાન જશવંતસિંહ જવાનજી રાઠોડ જમ્મુ-કાશ્મીર ખાતે શહીદ થયા હતા. તેમના પાર્થિવ દેહને વતન લવાયો હતો. જ્યાં મોટા પ્રમાણમાં લોકો ઊમટી પડ્યાં હતા. જશવંતસિંહના પરિવારમાં તેમના પિતા સહિત બે ભાઈ પણ આર્મીમાં દેશની રક્ષા કરી રહ્યાં છે. વડગામથી મેમદપુર આવવાના ત્રણ રસ્તા પાસેથી ગામ સુધી લોકોની કતારો લાગી હતી. ગામ છેલ્લા બે દિવસથી ગામ શોકમગ્ન હતું.