સુરત: સરાથાણા-સિમાડા વોર્ડના આમ આદમી પાર્ટીના મહિલા કોર્પોરેટર ઋૂતા દુધાગરાએ પ્રેસ કોન્ફરન્સ કરી ભાજપના કામરેજના ધારાસભ્ય વી.ડી. ઝાલાવડિયાએ ભાજપમાં જોડાયા માટે રૂ. ૩ કરોડની ઓફર કરી હોવાનો આક્ષેપ કર્યો હતો. આ ઓફર જોઇ પતિ ચિરાગ દુધાગરાએ મને ભાજપમાં જોડાઇ જવા દબાણ કર્યું હતું. અને ત્રાસ આપતો હતો. ભાજપના ધારાસભ્ય સાથે મળીને તેણે શિક્ષણ સમિતિની ચૂંટણીમાં ભાજપની તરફેણ કરવા રૂ. ૨૫ લાખ રૂપિયા ટોકન પેટે પણ લીધા હતા.
આ નાણાં લીધા બાદ તે ભાજપમાં જોડાવવા માટે વધું દબાણ કરતો હતો. તેણે મને કહ્યું હતું કે, શિક્ષણ સમિતિની ચૂંટણીમાં હાલ ભાજપે રૂ. ૨૫ લાખ આપ્યા છે. ત્યાં પાર્ટીમાં જોડાયા પછી રૂ. ૩ કરોડ આપશે. છતાં મેં આ ઓફરનો સ્વીકાર કરતાં તે મને દબાણ કર્યા કરતો હતો અને તેના દબાણ બાદ મેં છુટાછેડા લીધા હતા. જો કે, ઋતા દુધાગરાના પતિ ચિરાગે પત્નિના આ તમામ આક્ષેપો નકાર્યા હતા. અને કહ્યું કે આપ પાર્ટીના જ નેતાએ લોભ-લાલાચ આપી અમારા છુટાછેડા કરાવ્યા હોવાનું કહેવડાવ્યું છે. હું દિલ્હી ગયો ત્યારે આપના એક નેતાએ તેના ભાણા સાથે મારી પત્નીને મોકલી દીધી હતી.
મને એમ લાગે છે કે પાર્ટી પાસે મારી પત્નીનો કોઇ વિડીયો છે. અને તે બતાવીને મારી પત્નીને બ્લેકમેઇમ કરે છે. મેં પોલીસમાં અરજી આપી એટલે જ તે નેતાના કહેવાથી પ્રેસ કોન્ફરન્સ કરાવી છે.