પશ્વિમ કચ્છની ધરા ૪.૨ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ધ્રૂજી

Wednesday 23rd June 2021 07:28 EDT
 

ભુજ: વરસતા વરસાદ વચ્ચે ભચાઉ નજીક ૪.૨ની તીવ્રતા ભૂકંપના આંચકા સાથે ધરા ધ્રુજી હતી,જેની ધ્રુજારી ન માત્ર ભચાઉ તાલુકામાં જ પરંતુ ગાંધીધામ સુધી અનુભવાઇ હતી. વાગડ મુખ્ય ફોલ્ટલાઇન સક્રિય થઇ છે. ત્યારે ગત ૧૮ જૂનના વરસતા વરસાદ વચ્ચે ૩.૪૫ કલાકે ભચાઉ નજીક ૧૧ કિં.મી.ના અંતરે ઉત્તર-ઉત્તર પશ્વિમ દેશોમાં ૪.૨ની તીવ્રતાના આંચકા સાથે ધરા ધ્રુજી હતી. જેનું કેન્દ્રબિંદુ તાલુકાના બંધડી ખાતે કેન્દ્રિત થયું હતું. ભુકંપના આંચકાનો અનુભવ ભચાઉથી લઇને દુબઇ અને ગાંધીધામ સુધી થયો હતો.
આંચકાના પગલે લોકોએ વરસતા વરસાદે ઘરથી બહાર દોટ મુકી હતી. વહેલી સવારે ખાવડા પાસે પણ ૨.૩ની તીવ્રતાનું કંપન નોંધાયું હતું.


comments powered by Disqus