વડોદરાઃ જિલ્લાના પાદરા નજીકથી અંદાજે રૂ. એક કરોડની કિમંતનું ૧ કિલોની માત્રામાં એમડી (મેફેડ્રોન) ડ્રગ્સના જથ્થા સાથે બે મહિલા સહિત સાત વ્યક્તિઓને નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)ની ટીમે ઝડપી પાડ્યા છે. ઝડપાયેલાઓની પાસેથી રૂપિયા ૭,૫૦,૫૦૦ રોકડ રકમ પણ મળી આવી છે. તેમની બે કાર સહિત ત્રણ વાહનો પણ કબ્જે કરવામાં આવ્યા છે.
ગુજરાતમાં મોટા પ્રમાણમાં એમડી ડ્રગ્સની હેરાફેરી થઇ રહી હોવાની બાતમી મળતાં એનસીબી ટીમ દ્વારા વોચ રખાઈ હતી. જેમાં પાદરા જકાતનાકા પાસેથી ૧ કિલોની માત્રામાં એમડી ડ્રગ્સને પકડવામાં સફળતા મળી છે. તેની સાથે રૂપિયા ૭,૫૦,૫૦૦ રોકડ ચલણ મળી આવ્યુ હતું. ઝડપાયેલ એમડી ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં ખૂબ જ મોટી કિંમત અંદાજવામાં આવે છે. આ જથ્થા સાથે સાત વ્યક્તિઓ ઝડપાઇ છે. જેમાં બે મહિલાઓનો સમાવાશે થાય છે. બે કાર સાથે ત્રણ વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા છે. ઝડપાયેલા તમામ ગુજરાતના જ હોવાનું હાલના તબક્કે માનવામાં આવી રહ્યાં છે.
જો કે, અટક કરાયેલી આ ટોળકી આટલી મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવ્યા? અને તેને ક્યાં લઇ જવાનો હતો? તે સહિતના મુદ્દે NCBએ આરોપીઓની પૂછપરછ કરી છે. વડોદરા શહેર અને જિલ્લામાં નશાના કારોબારનો પગ પેસારો ચિંતાજનક રીતે વધી રહ્યો છે. જેથી NCB દ્વારા સમયાંતરે કાર્યવાહી છતાં પણ ડ્રગ્સના કારોબાર પર રોક લાગી
શકતી નથી.