પાલનપુરના અનાથ નિરજને અમેરિકન માતા-પિતા મળ્યાં

Wednesday 23rd June 2021 07:37 EDT
 

પાલનપુર: પાલનપુરમાં ચિલ્ડ્રન હોમ ફોર બોય્ઝ અને સ્પેશ્યલાઇઝ્ડ એડોપ્સન એજન્સી કાર્યરત છે. જેમાં વર્ષ અગાઉ કોઇ વ્યક્તિ નવજાત બાળકને મુકીને જતું રહ્યું હતું. જેનું નિરજ નામ પડવામાં આવ્યું. માત્ર ૯૦૦ ગ્રામના નિરજનો માથાનો ભાગ મોટો હોવાથી એમ.આર.આઇ.કરાવી વિવિધ ટેસ્ટ કરતાં અધુરા માસે જન્મેલા નિરજને મગજના લકવાની બિમારી હોવાની જાણ થઇ હતી. તેની આ બાળકને સ્પેશ્યલ નીઝ જાહેર કરાયું હતું. જેને અમેરિકના દંપતિ લોરીઅન્સ ઓલીવર વોઘન અને મેડલીન ડોરી વોઘનેદત્તક લેવા પસંદ કર્યું હતું. નિરજનું નામ જોશિયા નિરજ બોઘન રખાયું છે. જેનું આ દુનિયામાં કોઇ નહોતું તેને માતા-પિતા નવો દેશ સાથે નવી જિંદગી મળી છે.


comments powered by Disqus