અમદાવાદઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આંતરરાષ્ટ્રિય યોગ દિવસે સવારે ૭થી ૭.૪૫ સુધી તેમના નિવાસસ્થાને પત્નીને સાથે રાખી યોગાસન કરી યોગ દિનની ઉજવણી કરી હતી.
મુખ્યપ્રધાને આ પ્રસંગે જણાવ્યુ હતું કે, રાજ્યમા જીડીપી સાથે હેપીનેસ ઇન્ડેક્સમાં વૃદ્ધિ કરવા લોકોના તન-મનને યોગના માધ્યમથી સ્વચ્છ તંદુરસ્ત કરી દિવ્ય ગુજરાત બનાવવાની નેમ રાખી છે. ગુજરાત યોગ બોર્ડ દ્વારા યોજિત આ કાર્યક્રમમાં રમતગમત અને સાંસ્કૃતિક બાબતોના એસીએસ સી.વી. સોમ, પ્રધાન ઈશ્વરસિંહ પટેલ વગેરે સામેલ થાય હતા. આ તબક્કે મુખ્યપ્રધાન કેટલાક યોગ ટ્રેનર્સને પ્રમાણપત્રો એનાયત કર્યા હતા. અત્યાર સુધી ૭૫૦ કોચ અને ૫૩ હજાર ટ્રેનર્સ તૈયાર કરાયા હોવાનું પણ એમણે જણાવ્યું હતું. એમણે ‘હવે તો બસ એક જ વાત – યોગમય બને ગુજરાત’ થીમ સોંગનું લોન્ચિંગ પણ કર્યું હતું.