કચ્છમાં રણોત્સવમાં આવતા પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો

Wednesday 24th February 2021 07:28 EST
 
 

ભુજ: કોરોનાની મહામારીના ડરના કારણે લોકોએ બહાર નીકળવાનું ટાળતા કચ્છમાં પર્યટકોની સંખ્યામાં ઘટાડો થતાં રણોત્સવ, હોટેલ ઉદ્યોહ સહિતના મોટા ભાગના ધંધાર્થીઓને ફટકો પડયો છે.
જિલ્લામાં છેલ્લા કેટલા વર્ષોથી રણોત્સવ યોજાવાના કારણે પર્યટકોની સંખ્યામાં વાધારો થતા વેપાર-ધંધામાં રોનક જોવા મળી હતી. લોકડાઉન સમય દરમિયાન સંપૂર્ણ ઠાપ થઈ ગયા બાદ પ્રવાસન સ્થળો, ધાર્મિક સ્થળોએ પર્યટકોની સંખ્યામાં ધીમે-ધીમે વધારો જોવા મળ્યો હતો. રણોત્સવ શરૂ થવાને કારણે આજુબાજુના રહેવાસીઓમાં સારા પ્રમાણમાં માણસોને રોજગારી મળે છે. રણોત્સવ પુર્ણતાના આરે છે ત્યારે ગત વર્ષોની સરખામણીએ પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થતાં ધંધાર્થીઓને મોટો ફટકો પડયો છે.
આમાંથી ભીરંડીયારીનું માવા બજાર પણ બાકાત નાથી. સફેદ રણમાં જતાં પ્રવાસીઓ ભીરંડીયારી ઉભા રહીને મીઠા માવાનો ટેસ્ટ માણે છે. પરંતુ આ વખતે પ્રવાસીઓના અભાવે જાણે માવા બજારમાં સુનકાર વ્યાપી ગયો છે. તમામ પ્રકારના ધંધા-રોજગાર હોટલ, ઉદ્યોગ ચાલુ સાલે પ્રવાસીઓની સંખ્યા ઘટી જતાં ઠપ્પ થઈ ગયા છે. આમ ધંધાર્થીઓને મોટો ફટકો પડયો છે.


comments powered by Disqus