રાજકોટ: કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળા મહાનગર પાલિકાની ચૂંટણીમાં મતદાન કરવા માટે રવિવારે રાજકોટ આવ્યા હતા. અમદાવાદ એરપોર્ટથી સીધા જ મતદાન મથકે પહોંચીને મતદાન કર્યું હતું. મતદાન કર્યા બાદ વજુભાઇએ જણાવ્યું હતું કે, યુવાનોને ટિકિટ આપવામાં આવી તે એક સારું કાર્ય છે. સ્થાનિક સ્વરાજ્ય, વિધાનસભા અને લોકસભાના બંધારણમાં પણ ઉમેદવારોની ઉંમર નક્કી થવી જોઇએ, જેથી યુવાનોને તક મળે.
આ વખતની ચૂંટણીમાં મતદાન ઓછું થવાનું કારણ સમજાવતા વજુભાઇએ જણાવ્યું હતું કે, આના બે કારણ હોઇ શકે છે. એક તો લોકો એવું માને કે વર્ષોથી જે પક્ષની સરકાર છે તેને મારા મતથી કંઇ ફેર નહીં પડે. અને બીજું કારણ એ છે કે મારા મત આપવાથી કોઇ ફેર પડતો નથી.

