ડીસાની રામસણ હાઇસ્કુલના ૨ શિક્ષક, ૯ વિદ્યાર્થી કોરોના પોઝિટિવ

Wednesday 24th February 2021 07:42 EST
 

ડીસાઃ કોરોનાને કારણે બંધ રહેલી રાજ્યની સ્કૂલોમાં ધોરણ ૯થી ૧૨ના વર્ગો શરૂ કરાયા બાદ હવે ગુરુવારથી ધો. ૬થી ૮ના વર્ગો શરૂ થઇ રહ્યા છે. બીજી તરફ ડીસાના રામસણ ગામની સ્કૂલના બે શિક્ષક સહિત નવ વિદ્યાર્થીના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. હવે આરોગ્ય વિભાગે અઠવાડિયા સુધી સ્કૂલ બંધ રાખવા તાકીદ કરી છે. રામસણની વિવેક ઉત્તર બુનિયાદી વિદ્યાલયના બે શિક્ષક અને બે વિદ્યાર્થીના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ૪૯ વિદ્યાર્થી રેપિડ ટેસ્ટ કરાયા હતા. જેમાં પાંચ વિદ્યાર્થી પોઝિટિવ આવ્યા હતાં. જ્યારે આરોગ્ય કેન્દ્રમાં વધુ ૧૫ વિદ્યાર્થીના રેપિડ ટેસ્ટ કરાવતા વધુ બે પોઝિટિવ જણાયા હતા.


comments powered by Disqus