પાલનપુરઃ નગરના માલ ગોડાઉનમાંથી ગરીબોને વિતરીત કરવાના અનાજને ખાનગીમાં વેચી નાગજીભાઇ પી. રોતે રૂ. ૧.૯૦ કરોડનું કૌભાંડ આચર્યું હતું. હજુ તેની સામે કાનૂની કાર્યવાહી ચાલી રહી છે ત્યાં હવે તેના પુત્રનું કૌભાંડ બહાર આવ્યું છે. અહેવાલ અનુસાર તેના પુત્ર કનૈયાલાલ એન. રોતે પંચમહાલમાં ૧.૮૫ કરોડનું કૌભાંડ આચર્યું છે. શહેરા તાલુકામાં ગોડાઉન મેનેજર સામે ફરિયાદ નોંધાઇ હતી જ્યારે પાલનપુરમાં ગોડાઉન મેનેજર સામે ફરિયાદ નોંધવા તજવીજ કરી છે.












