મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર બોર્ડરે કોવિડ ચેકપોસ્ટઃ ગુજરાત આવતા લોકોનું સ્ક્રિનિંગ ફરજીયાત

Friday 26th February 2021 06:32 EST
 
 

ગાંધીનગરઃ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ વચ્ચે ફરીથી કોરોના ઉથલો મારી રહ્યો છે. પાડોશના બે રાજ્યોમાં કોવિડ-૧૯ના કેસો વધતા નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલની અધ્યક્ષતામાં સોમવારે કોર ગ્રૂપની બેઠક મળી હતી. જેમાં મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ સાથે જોડાયેલા બોર્ડરના રસ્તા પર ખાસ ચેકપોસ્ટ ઉભી કરીને આ રાજ્યોમાંથી આવતા પ્રવાસીઓનું ફરજિયાત સ્ક્રિનિંગ શરૂ કરવા આદેશ અપાયા છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતના પાડોશી રાજ્યો સાથેના સંપર્કથી અચાનક કોરોના કેસો વધી રહ્યા હોવાથી તકેદારીના પગલા લેવાયા છે.


comments powered by Disqus